GSTV
Gujarat Government Advertisement

પ્રેગનન્ટ અનુષ્કા શર્માનો ફોટો તેના પિતાએ ક્લીક કર્યો, એક્ટ્રેસે અદભૂત કેપ્શન આપી

Last Updated on November 21, 2020 by Mansi Patel

બોલિવૂડની એક્ટ્રેસ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અત્યારે પ્રેગનન્ટ છે. તે તેની પ્રેગનન્સી એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ તે દુબઈથી પરત ફરી હતી. જ્યાં તે આઇપીએલમાં રમી રહેલા તેના પતિ વિરાટ કોહલીની સાથે હતી. હવે તેણે તેનો એક ખૂબસુરત ફોટો શેર કર્યો છે. ખાસ વાત એ છે કે આ ફોટો તેના પાપાએ ક્લીક કર્યો છે. ખુદ અનુષ્કાએ આ વાતની માહિતી કેપ્શનમાં આપી છે અને સાથે સાથે એમ પણ લખ્યું છે કે તેના પાપા ઇચ્છતા હતા કે તે આ ફોટો ક્રોપ કરે પણ તેણે આમ કર્યું નથી.

કેટલાક ફેન્સે દિવાળીની આપી શુભકામનાઓ

પિંક સૂટમાં દેખાતી અનુષ્કાએ લખ્યું છે કે જ્યારે તમારા પાપાએ પરફેક્ટ ટાઇમિંગ સાથે ફોટો ક્લીક કર્યો હોય અને તમને તેમાંથી ફ્રેમમાં ક્રોપ કરવા માટે કહ્યું હોય પણ તમે તેમ કર્યું ન હોય કેમ કે દિકરીઓ….આમ કહીને તેણે હાર્ટ અને ફનની ઇમોજી મૂકી હતી. મેક અપ વિના આ ફોટોમાં અનુષ્કા ખૂબસુરત લાગી રહી છે. તેણે આ ફોટો પોસ્ટ કર્યો તે સાથે જ તેને લાખોની સંખ્યામાં લાઇક્સ મળી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ પિતા-પુત્રી વચ્ચેના બોન્ડિંગની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સિદ્ધાંત ચતુર્વેદીથી લઈને કિયારા અડવાણી સુધીના સ્ટાર્સે પણ આ ફોટો પર રિએક્શન આપ્યા છે. કેટલાક ફેન્સે આ સાથે અનુષ્કાને દિવાળીની શુભકામના પણ પાઠવી છે.

Gujarat Government Advertisement

Related posts

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!