GSTV
Cricket Sports Trending

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ લગ્ન દરમિયાન રાખ્યું હતું બનાવટી નામ, જાણો કારણ!

11 ડિસેમ્બર 2017ના રોજ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઇટલીના ટસ્કનીમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંને એ લગ્નને છુપાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે લગ્નની તૈયારીઓનું ધ્યાન રાખવા માટે તેઓએ તેમના નામ પણ બદલ્યા હતા.

વિરાટ કોહલી

સુનિલ છેત્રી સાથે વિરાટની દિલખોલ ચર્ચા

વિરાટ કોહલીએ થોડા સમય અગાઉ ફૂટબોલર સુનીલ છેત્રી સાથેની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. વિરાટ કોહલીએ કહ્યું હતું કે તેણે ખોટું નામ રાખ્યું હતું પરંતુ આ તેનો આઈડિયા ન હતો. વિરાટ કોહલીએ એમ પણ કહ્યું હતું કે તેના લગ્નમાં આવનારા મુલાકાતીઓને પણ આ  બાબતો પ્રત્યે સાવધ રહેવાનું કહ્યું હતું. વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા વિશે કહ્યું હતું કે તેણે તેને ક્યારેય ફોર્મલી પ્રપોઝ કર્યું નથી. તેને ક્યારેય તેની જરૂર પડી નહીં.

લગ્ન માટે બંને હતા ઉત્સાહિત

વિરાટે કહ્યું કે તે જાણતો હતો કે બંને એકબીજા સાથે લગ્ન કરશે અને બંને આ વાતને લઇને ખૂબ ઉત્સાહિત હતા. લગ્ન બાદ અનુષ્કા અને વિરાટે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આજે અમે એકબીજા સાથે પ્રેમમાં હંમેશાં બંધાઈ ગયા છીએ. આ વિશે તમને જાણ કરવામાં અમને ખૂબ આનંદ થાય છે. તમારો પ્રેમ આજે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારી આ સફર દરમિયાન અમારી સાથે રહેવા બદલ આભાર.’

જાન્યુઆરીમાં બનશે પિતા

અનુષ્કા અને વિરાટે આ વર્ષે ઓગસ્ટમાં સોશિયલ મીડિયા પર ઘોષણા કરી હતી કે બંને જલ્દીથી માતા-પિતા બનશે. તેમણે લખ્યું હતું, ‘અને હવે અમે ત્રણ થઇ ગયા. જાન્યુઆરી 2021માં અમારું સંતાન આવશે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu
GSTV