GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

બાહુબલી બાદ પ્રભાસ નથી કરતા અનુષ્કા સાથે કામ, હવે આ એક્ટરને મળી તક

ફિલ્મ બાહુબલીથી પોતાનુ અલગ અસ્તિત્વ બનાવનારી અભિનેત્રી અનુષ્કા શેટ્ટીની ગયા વર્ષે ફિલ્મ ભાગમતી રીલીઝ થઇ, જે બ્લૉકબસ્ટર સાબિત થઇ. આ ફિલ્મ રીલીઝ થયા બાદ અનુષ્કાએ પોતાની આગામી ફિલ્મનું શુટિંગ શરૂ કરી દીધું. જાણકારી મુજબ અનુષ્કાની આગામી ફિલ્મનુ નામ ‘સાઈલન્સ’ છે. ફિલ્મમાં લીડ રોલમાં અભિનેતા આર. માધવન જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ અનુષ્કા-માધવને તેલુગુ ફિલ્મ રેંદૂમાં સાથે કામ કર્યુ છે અને હવે તેઓ ફિલ્મ સાઈલન્સમાં સાથે જોવા મળશે.

View this post on Instagram

Happy happy to you brother ?❤️

A post shared by Rana Daggubati (@ranadaggubati) on

આ ફિલ્મ શરૂઆતથી ચર્ચામાં આવી છે. પહેલા જણાવાઈ રહ્યુ હતું કે ફિલ્મ બાહુબલીમાં અનુષ્કાના અપોઝીટ પ્રભાસ આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા ભજવશે, પરંતુ આ નાનકડા રોલ માટે પ્રભાસની જગ્યાએ રાણા દગ્ગુબાતીને સાઈન કરી લેવામાં આવ્યો છે.

View this post on Instagram

Thank you for having us!! @karanjohar

A post shared by Rana Daggubati (@ranadaggubati) on

રીપોર્ટ મુજબ, આ રોલ માટે પહેલા પ્રભાસને અપ્રોચ કરવામાં આવ્યો હતો, પ્રભાસ હાલમાં ફિલ્મ સાહોની શૂટિંગમાં વ્યસ્ત છે અને તેની પાસે તારીખ નથી, જેના કારણે આ રોલ રાણા દુગ્ગુબાતીને જતો રહ્યો. રાણા દગ્ગુબાતી ટૂંક સમયમાં ફિલ્મની શૂટિંગ શરૂ કરશે અને ટીમની સાથે અમેરિકામાં જોડાશે. સમાચાર મુજબ ફિલ્મમાં અનુષ્કાનો રોલ ખૂબ અલગ અને ઈન્સ્ટન્ટ હશે.

જણાવાઈ રહ્યું છે કે આ ફિલ્મ ઈમોશનલ-થ્રિલર છે, જેમાં અનુષ્કા સંપૂર્ણ રીતે બોલવામાં અસમર્થ છે. ફિલ્મ ત્રણ ભાષાઓ અંગ્રેજી, હિન્દી અને તામિલમાં રીલીઝ થશે. ફિલ્મ માટે ભારત, પ્રિન્સટન, સ્કૉટલેન્ડ, ફ્રાન્સ અને રશિયામાં શુટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મમાં આર. માધવન, અનુષ્કા શેટ્ટી અને રાણા દગ્ગુબાતી જેવા સ્ટાર કાસ્ટને પગલે દર્શકોને ફિલ્મથી વધારે આશા છે. સ્મરણ રહે કે રાણા દગ્ગુબાતી તાજેતરમાં હાથી મેરે સાથી અને હાઉસફૂલ 4ની શુટિંગમાં વ્યસ્ત છે.

READ ALSO

Related posts

બંગાળ ક્રિકેટ એસોસિએશનમાં કોરોનાની દસ્તક: કર્મચારી સંક્રમિત,ઑફિસ બંધ કરાઇ

Bansari

ભરતી પ્રક્રિયાને લઈને આંદોલન સક્રિય થાય તેવા એંધાણ, ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

pratik shah

પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનના પત્ની વિષે પોતાની જ પાર્ટીના મહિલા ધારાસભ્ય એવું તે શું બોલ્યા કે થઇ ગઈ હકાલપટ્ટી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!