GSTV

પ્રભાસ સાથે લગ્ન અંગે અનુષ્કા શેટ્ટીએ આખરે મૌન તોડ્યું, આપ્યુ આ નિવેદન

અનુષ્કા શેટ્ટી ટ્વિટર પર ઘણા લાંબા સમયથી સક્રિય  છે. હવે તેણે પ્રભાસ અંગે પોતાનું મૌન તોડ્યું છે. અનુષ્કાએ તાજેતરમાં જ ફેન્સ સાથે આસ્ક અનુષ્કા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેની નવી ફિલ્મ નિશબ્દમ સહિત ઘણા વિષયો પર સવાલોના જવાબ આપ્યા હતા. આ ફિલ્મમાં તેણે માધવન સાથે રોલ કરેલો છે.

પ્રભાસ સાથે કામ કરવા તૈયાર છે અનુષ્કા શેટ્ટી

પ્રભાસ સાથે કામ કરવા અંગે ફેન્સના સવાલ પર અનુષ્કાએ  જવાબ આપ્યો હતો કે જો  કોઈ ફિલ્મની સ્ક્રીપ્ટ મુજબ અમને બંનેને પસંદ કરવામા આવશે તો હું ખાતરી આપું છું કે તમારા તમામનો આભાર માનીશ.

મિર્ચીના સેટ પરનો વીડિયો વાયરલ થયો

એક અન્ય પ્રશંસકે અનુષ્કા અને પ્રભાસના લગ્નનો એક વાયરલ ફોટો શેર કર્યો હતો. આ ફોટો ઘમા સમયથી ઇન્ટરનેટ પર છવાયેલો રહ્યો છે. અનુષ્કા શેટ્ટી અને પ્રભાસના લગ્નની અફવા અને આ પ્રકારના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

અનુષ્કા શેટ્ટીએ આ ફોટો અંગે કહ્યું હતું કે ફિલ્મ મિર્ચીના સેટ પર લેવાયેલા આ ફોટો છે. આ ફિલ્મ મને ખૂબ જ પસંદ છે. આ વાયરલ થયેલા ફોટો અનુષ્કા અને પ્રભાસની પ્રથમ ફિલ્મ મિર્ચીની છે. બંનેની જોડીને ફેન્સે ઘણી પસંદ કરી હતી.

READ ALSO

Related posts

CAના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ટેક્સના નવા માળખાને લઈને અભ્યાસક્રમમાં થશે ફેરફાર, રાજકોટમાં યોજાઈ રહી છે કોન્ફરન્સ

Pravin Makwana

વોટ્સએપના સીઈઓનો દાવો, પેગાસસથી ૨૦૧૯માં સરકારી અધિકારીઓ સહિત ૧,૪૦૦ યુઝર્સને નિશાન બનાવાયા હતા

Damini Patel

મહત્વના સમાચાર: ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર, 1.17 લાખથી વધારે વિદ્યાર્થી આપશે પરીક્ષા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!