GSTV
Home » News » ટૂંક સમયમાં અનુષ્કા શર્મા બનશે સરોગેટ મધર, જાણો શું છે કારણ

ટૂંક સમયમાં અનુષ્કા શર્મા બનશે સરોગેટ મધર, જાણો શું છે કારણ

બોલીવુડની ફિલ્મ ટોયલેટ – એક પ્રેમ કથાના ડાયરેક્ટર શ્રીનારાયણ સિંહ પોતાની આગામી ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે કરવા માંગે છે. આ ફિલ્મનું નામ જેસ્મીન છે અને આ ફિલ્મમાં એક સરોગેટ મધરની કથા હશે.

આ ફિલ્મની કથામાં એક માતા અને બાળક વચ્ચેનો અનંત પ્રેમ જોવા મળશે. ફિલ્મ નિર્માતાઓ માને છે કે આ ફિલ્મ માટે અનુષ્કા શર્મા શ્રેષ્ઠ અભિનેત્રી રહેશે. ફિલ્મમાં અનુષ્કા સેરોગેટ મધરની ભૂમિકા નિભાવશે.

આ ફિલ્મ અંગે શ્રીનારાયણ સિંહે જણાવ્યું કે તેઓ હંમેશાથી એક મહિલા કેન્દ્રીત ફિલ્મ પર કામ કરવા ઇચ્છતા હતાં અને હવે તેઓ આ ફિલ્મ બનાવશે. તેમણે જણાવ્યું કે હજુ સુધી તેમણે આ ફિલ્મ અંગે અનુષ્કા સાથે વાતચીત નથી કરી. હાલ તેમણે ફક્ત ફિલ્મના નામની જ ઘોષણા કરી છે. ફિલ્મના કલાકારો અંગેનો નિર્ણય પછીથી લેવામાં આવશે.

Related posts

એ વાત કોઈ નથી જાણતું કે પ્રભાસ બાહુબલીનું શૂટિંગ કરતાં કરતાં ભીખારી જેવો બની ગયો હતો

Mayur

દબંગ 3 ટ્રેલર : આવી ગયો પોલીસવાળો ગુન્ડો, દમદાર અંદાજમાં સલમાન ખાન

pratik shah

ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજે આપ્યું વિવાદીત નિવેદન, તેઓ બોલ્યા કે….

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!