GSTV
Bollywood Entertainment Trending

આ ગંભીર બિમારી સામે ઝઝૂમી રહી છે અનુષ્કા શર્મા, છતાં પણ વર્લ્ડ કપમાં આપશે વિરાટ કોહલીનો સાથ

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ એક મોટી બિમારી સામે ઝઝૂમી રહી છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઇ હતી જેમાં તે એક ક્લિકનીકની બહાર નજરે આવી હતી.  રિપોર્ટસ અનુસાર અનુષ્કાને આ બિમારી ઘણા લાંબા સમયથી છે પરંતુ આજકાલ તે તેનાથી ઘણી પરેશાન છે.

View this post on Instagram

#anushkasharma snapped

A post shared by Viral Bhayani (@viralbhayani) on

 અનુષ્કા શર્માએ તાજેતરમાં મુંબઇના ઉપનગરીય વિસ્તારમાં એક ફિઝિયોથેરપી સેન્ટરની મુલાકાત લેતાં એની તબિયત વિશે શંકાકુશંકા વહેતી થઇ હતી.

અનુષ્કાના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે આમ તો અનુષ્કાની તબિયત ન સારીજ છે પરંતુ એને બેક પેઇન છે અને એની તપાસ કરાવતાં ખબર પડી હતી કે એને બલ્જિંગ ડિસ્કની તકલીફ છે.

આ તકલીફ જૂની છે. અગાઉ પણ આ તકલીફની સારવાર એણે લેવી પડી હતી અને ત્યારે આરામ થઇ ગયો હતો. હવે ફરી આ તકલીફે ઉપાડો લીધો હતો એટલે અનષ્કાએ પોતાના ફિઝિયોથેરપિસ્ટની મુલાકાત લીધી હતી અને ફરી સારવાર લેવી પડશે એવી સલાહ એને આપવામાં આવી હતી. બલ્જિંગ ડિસ્ક કમરની પીડાનો એક પ્રકાર છે. એ પીડાને લઇને કોઇ વ્યક્તિ લાંબો સમય એક સરખી બેસી શકતી નથી. એણે થોડી થોડી વારે ઊભા થઇને બે ચાર આંટા મારવા પડે છે.  

ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા નજીકમાં હોવાથી અનુષ્કા સમયસર સારવાર લઇને તાજીમાજી થઇ જવા આતુર છે એમ આ પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું. આ બિમારી છતાં અનુષ્કા 30મેથી શરૂ થઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનો જોશ વધારશે. અનુષ્કા નથી ઇચ્છતી કે તેની બિમારીના કારણે વિરાટનું ધ્યાન ક્રિકેટમાંથી હટે અને તેના પર્ફોર્મન્સ પર કોઇ અસર પડે.

Read Also

Related posts

કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ

Binas Saiyed

લાલ સૂટમાં સપના ચૌધરીનો શાનદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ

Damini Patel

રખડતા ઢોરે લીધો વધુ એક જીવ : અંધારામાં રસ્તા પર બેસેલી ગાય ન દેખાતા સર્જાયો અકસ્માત, બાઇક ચાલક યુવાનનું મોત

Bansari Gohel
GSTV