બોટીંગ દરમિયાન અનુષ્કા શર્માએ વિરાટ કોહલીનાં ગાલ ખેંચ્યા, પછી શું થયું? VIDEO વાયરલ

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સાથેની વન-ડે સિરીઝમાં રમી રહ્યા છે. તેમની પત્ની અનુષ્કા શર્મા પોતાનાં કામકાજમાં વ્યસ્ત છે. ઘણાં સમયથી બન્ને એક સાથે જોવા મળ્યા નથી. વર્લ્ડકપ આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે કેપ્ટન કોહલી ટીમ ઇન્ડિયા સાથે જીતવા માટે પરસેવો રેડી રહ્યા છે. અંતિમ વન-ડે રમ્યા પછી વિરાટો કોહલી IPL  મેચમાં રમશે. ત્યારબાદ વર્લ્ડકપ રમવા માટે ઇંગ્લેન્ડ માટે પ્રયાણ કરશે.

View this post on Instagram

Sun soaked and stoked ☀️💞 #throwback

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

આ તમામ ગતિવીધી ઓ વચ્ચે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ત્યારનો છે જ્યારે બન્ને ન્યુઝીલેડમાં રજાઓ માણી રહ્યા હતાં. આ વીડિયોમાં અનુષ્કા શર્મા બોટ ચલાવી રહિ છે. તેમજ વિરાટ કોહલી પાસે જ બેઠા છે,અને બોટીંગનો આનંદ લઇ રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળે છે ક,અનુષ્કા શર્મા ન્યુઝીલેન્ડમાં ભારે ઝડપથી બોટ ચલાવે છે. વિરાટ કોહલી અનુષ્કા પાસે બેઠા છે. અનુષ્કા શર્માએ બોટ ચલાવ્યા બાદ વિરાટ કોહલી સામે જુએ છે. ત્યારે વિરાટ કોહલી ખુબ જ હસતા નજરે પડે છે. જો કે અનુષ્કા શર્મા પણ જોરથી વિરાટ કોહલીનાં ગાલ ખેંચે છે. વિરાટ-અનુષ્કાનો આ ક્યુટ વીડિયો સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાનાં સબંધો હંમેશા પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે. અનુષ્કા શર્માએ પોતાનાં ચાહકો અને મીડિયાથી દુર ઇટાલીમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ વીડિયો સોશ્યલ મીડિયા પર આવતા જ ખુબ વાયરલ થઈ રહ્યો છે.  

View this post on Instagram

You make me such a happy girl 💜

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાં લગ્ન 2017માં થયા હતાં. અનુષ્કા શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાંવ્યું હતું કે, અમે પહેલેથી જ નિર્ણય કર્યો હતો કે અમારી શાદી બિલકુલ ખાનગીમાં થશે.  આ લગ્નમાં માત્ર 42 લોકો જ સામેલ થયા હતાં. અમે બન્ને એ નક્કી કર્યુ હતું કે અમારા લગ્નમાં પરિવાર અને નજીકનાં મિત્રો જ હાજર રહેશે. અમે કોઈ મોટી સેલિબ્રિટી જેવા લગ્ન ઇચ્છતા નથી. ત્યા સુધી અમારા લગ્ન ખાનગી હતા કે,કેટરર્સ વાળાને પણ અમે ખોટું નામ  બતાવ્યું હતું. કદાચ વિરાય કોહલી રાહુલ બન્યા હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter