એ લિસ્ટની અભિનેત્રીઓની યાદીમાં મોખરે રહેલી અનુષ્કા શર્મા ટૂંક સમયમાં બોલિવૂડ છોડી દેવાની છે એેવી વાતો આજકાલ બોલિવૂડની કૉકટેલ સર્કિટમાં વહેતી થઇ હતી.જો કે આમ થવા પાછળ કેટલાંક કારણો છે. ગયા વરસે એક બે નહીં પૂરી ચાર ફિલ્મો (પરી, સંજુ, સુઇ ધાગા અને ઝીરો) આપનારી અનુષ્કાએ આ વરસે હજુ એક્કે ફિલ્મ સ્વીકારી નથી.
ગયા વરસે રજૂ થયેલી ચારેચાર ફિલ્મો એણે લગ્ન પહેલાં સ્વીકારી હતી.ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યાં બાદ એ જાણે ગૃહિણી બની ગઇ હતી. એના બેનર તળે એક ફિલ્મ બનવાની જાહેરાત થઇ હતી પરંતુ આ ફિલ્મ હજુય ફ્લોર પર ગઇ નથી.
જો કે બળાત્કારના આરોપ બદલ જેલવાસ ભોગવી ચૂકેલા તહલકા ફેમ તરુણ તેજપાલના પુસ્તક ધ સ્ટોરી ઑફ માય એસેસિન પર આધારિત એક વેબ સિરિઝ અનુષ્કા બનાવવાની છે. એણે એ સમાચારને સમર્થન પણ આપ્યું છે.
હવે અનુષ્કા ફિલ્મો પર બહુ ધ્યાન આપતી નથી. એ મેાટે ભાગે વિરાટની સાથે હોય છે અને કૌટુંબિક કામકાજમાં વધુ ધ્યાન આપી રહી છે એટલે એવી વાતો વહેતી થઇ હતી કે એ હવે બોલિવૂડને અલવિદા કહી દેવાની છે.
Read Also
- એશિયા કપ 2022/ભારત-પાકિસ્તાનની મેચ પહેલા દુબઇ સ્ટેડિયમમાં વધારવામાં આવી સુરક્ષા, જાણો કારણ
- રાજકારણ/ વિધાનસભાની ચૂંટણી લડવા અંગે પૂર્વ સીએમ વિજય રૂપાણીનું મોટુ નિવેદન, આપ્યા આ સંકેત
- Adani Powerની સૌથી મોટી ડીલ! ગૌતમ અદાણીએ આ કંપનીને 7017 કરોડ રૂપિયામાં ખરીદી, કારોબારમાં થયો વિસ્તાર
- સાવધાન/ ભૂલથી પણ Download ન કરતા આ ખતરનાક એપ્સ, થઇ જશો કંગાળ; હમણાં જ કરી દો ડીલીટ
- વિશેષ બેઠક / સમાન વીજ દર મામલે ખેડૂતો લડી લેવાના મૂડમાં, સરકાર મચક નહીં આપે તો ઉગામશે આ હથિયાર