GSTV
Home » News » બ્રાલેટમાં અનુષ્કાનો કહેર, એક્ટ્રેસની હૉટ અદાઓ જોઇને પરસેવો છૂટી જશે

બ્રાલેટમાં અનુષ્કાનો કહેર, એક્ટ્રેસની હૉટ અદાઓ જોઇને પરસેવો છૂટી જશે

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજકાલ ફિલ્મોથી દૂર ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. આ સાથે તે પોતાની ડ્રેસિંગ સેન્સથી ફેન્સને ખૂબ જ ઇમ્પ્રેસ કરે છે.

લગ્ન પહેલાંથી લઇને લગ્ન બાદ પણ તેના સ્ટાઇલમાં કોઇપણ ઉણપ નથી આવી. તાજેતરમાં જ મિસિઝ કોહલીએ એક ફેશન મેગેઝિન માટે ખૂબ જ હૉટ અને ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

પહેલી તસવીરમાં અનુષ્કા બ્લેક નેટ શૉર્ટ ડ્રેસમાં નજરે આવી રહી છે. આ સાથે જ તેણે વ્હાઇટ જેકેટ પણ કેરી કર્યુ છે. બીજી તસવીરમાં એક્ટ્રેસ પિંક કલરના વન શોલ્ડર ડ્રેસમાં જબરદસ્ત લાગી રહી છે. તસવીરમાં જેની હૉટનેસ સાફ જોઇ શકાય છે.

ત્રીજી તસવીરમાં અનુષ્કા વ્હાઇટ બ્રાલેટ સાથે બ્લૂ ડેનિમ સ્કર્ટ અને જેકેટમાં કાતિલ અંદાજમાં નજરે આવી રહી છે. ચોથી તસવીરમાં વ્હાઇટ બ્લેઝરમાં તે ઘણી ખૂબસુરત લાગી રહી છે. સાથે જ તેની છેલ્લી તસવીરની વાત કરીએ તો તેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.

અનુષ્કાએ પોતાની દરેક તસવીરથી ફેન્સનું દિલ જીતવાના પૂરા પ્રયાસ કર્યા છે. આ હૉટ ડ્રેસીસ સાથે તેનો મિનિમલ મેકઅપ તેના લુકને કમ્પ્લીટ કરે છે. કેટલીક તસવીરોમાં વિરાટની પત્ની નયનોના તીર ચલાવતી નજરે આવી રહી છે. અનુષ્કાના ફોટોશૂટની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.

જણાવી દઇએ કે એક્ટ્રેસ આજકાલ પતિ વિરાટ સાથે ભૂટાનમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા છેલ્લે ફિલ્મ ઝીરોમાં શાહરૂખ ખાન સાથે નજરે આવી હતી. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ઉંધા માથે પટકાઇ હતી.

Read Also

Related posts

દેશની સૌથી અમીર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપે લીધો આ ચોકાવનારો નિર્ણય

Nilesh Jethva

બિહાર બાદ હરિયાણામાં દારૂબંઘીના અણસાર, મુખ્યમંત્રીએ આપ્યા સંકેત

Kaushik Bavishi

કેન્દ્રની મોદી સરકારે આર્થિક મંદીના કારણે જીડીપીમાં ઘટાડો થયો હોવાનો કર્યો એકરાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!