GSTV
Home » News » Pari Review: હોરર છતાં અનુષ્કાની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ ‘પરી’

Pari Review: હોરર છતાં અનુષ્કાની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ ‘પરી’

અભિનેત્રી અનુષ્કા શર્માએ ફિલ્મ જગતના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. બોલીવુડના ત્રણ મોટા સ્ટાર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન, આમીર ખાન સાથે કામ કરી ચુકેલી આ અભિનેત્રી જયારે પ્રોડયૂસર બની ત્યારે એનએચ 10 જેવી ફિલ્મ દર્શકોને આપી, ત્યાર બાદ તેના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ ફિલ્લોરી પણ દર્શકોએ પસંદ કરી. એક વાર ફરી અનુષ્કા અલગજ અંદાજમાં તમને ડરવા તૈયાર છે.

સ્ટોરી:

ફિલ્મની વાર્તા અર્નબ (પરમ્બ્રતા ચેટર્જી) અને પિયાલીના મિલન (રીતાભરી ચક્રવર્તી)થી શરૂ થાય છે. જયારે તે બન્ને લગ્ન માટે એક બીજાને પેહલી વાર મળે છે. અર્નબ તેના માતા પિતા સાથે ગાડીમાં ઘરે પાછો ફરે છે ત્યારે રોડ દુર્ઘટનામાં તેમના સાથે એક અજીબ ઘટના બને છે. જેના લીધે તેનો પરિચય રુખસાના ખાતૂન (અનુષ્કા શર્મા) સાથે થાય છે. રુખસાનાના પગમાં સાકળ બંધાયેલી હોય છે ત્યાર બાદ એવી ઘટનાઓ બને છે જેથી રુખસાનાને તેની સાથે તેના ઘરે જવું પડે છે. અર્નબ તેના ઘરે એકલો રહે છે. તેના માતા-પિતા બીજા ઘરમાં રહે છે. સ્ટોરીમાં વળાંક ત્યારે આવે છે જયારે હાસિમ અલી (રજત કપૂર)ની એન્ટ્રી થાય છે. ઘણા ખરા રહસ્યો છતાં થાય છે અને અંતમાં આ ‘પરી’ કથાનો અંત આવે છે જે જાણવા તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મ જોવા જેવી કે નહિ?

પહેલી ફિલ્મ પ્રમાણે પ્રોસિત રોયનો અભિનય દમદાર છે. ફિલ્મની સ્ટોરી, કેરેક્ટર અને ડાયલોગ ખૂબજ સારા છે. ડાયરેક્શન, લોકેશન, સિનેમેટોગ્રાફી પણ ખૂબજ સારા છે. કેમેરા વર્ક અને રીયલ લોકેશન તમને સરપ્રાઈઝ કરે તેવી છે. ફિલ્મનું લેખન રસપ્રદ છે. ફિલ્મ રીલીઝ પેહલા જેટલા પણ ટીઝર આવ્યા તે તમને થોડું ડરાવામાં સફળ જરૂર રહ્યા હશે. ફિલ્મમાં ઘણા એવા દ્રશ્યો છે જે તમને જટકો આપી શકે છે. અનુષ્કાની એક્ટિંગ, તમને ડરાવવાની સાથે વિચારવા પર મજબુર કરશે અને તમને ફિલ્મ સાથે છેલ્લે સુધી બાંધીને રાખી શકે છે. એમ કહી શકાય કે આ ફિલ્મ અનુષ્કાના કરિયરની સર્વોત્તમ ફિલ્મ છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર અને વીએફએક્સ જબરદસ્ત છે. માનસી મુલ્તાની, રજત કપૂર, પરમ્બ્રતા ચેટર્જીએ પણ સારો અભિનય કર્યો છે. બધા કેરેક્ટરની હાજરી ફિલ્મમાં નોધપત્ર બની રહે. રજત કપૂર આ અંદાજમાં પેહલી વાર જોવા મળશે. પરમ્બ્રતાએ ખૂબજ સારુ કામ કર્યું છે. ફિલ્મની વધુ એક સારી વાત એ છે કે તથ્યોના આધારે એક સારી કહાની જોવા મળશે. ૯૦ના દશકમાં બાંગ્લાદેશ અને કલકત્તાની વચ્ચે જે મહત્વપૂર્ણ વાતોની આપ-લે થઇ હતી તે પણ રીસર્ચ કરીને દર્શાવાની કોશિશ કરી છે.

ફિલ્મના નબળા પાસા

આ ફિલ્મ એડલ્ટ ફિલ્મ છે જેથી અમુક વયના વ્યક્તિ ફિલ્મ જોઈ ન શકે અને ઢીલા પોચા મનના વ્યક્તિ આ ફિલ્મ ન જોઈ શકે. તો સમજી વિચારીને મન મજબૂત કરી ને એડલ્ટ વ્યક્તિ સાથે આ ફિલ્મ જરૂરથી જોવાય.

બોક્સ ઓફિસ

અનુષ્કાની ફી બાદ કરતા ફિલ્મનું બજેટ લગભગ 18 કરોડ છે. અનુષ્કાની ફિલ્મ ફિલ્લોરીએ પહેલા દિવસે લગભગ 4 કરોડ અને એનએચ 10એ પહેલા દિવસે સાડા ત્રણ કરોડનો વકરો કર્યો હતો. કહેવાય છે કે ફિલ્મ પરીનું ઓપનિંગ 2-3 કરોડ હોઈ શકે. ફિલ્મને ૧૫૦૦થી વધારે સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી છે.

Related posts

રોહિત શર્માની પત્નીએ યુજવેન્દ્ર ચહેલને તસ્વીરમાંથી કરી નાખ્યો ક્રોપ, આપ્યો આવો જવાબ

Arohi

વડોદરામાં દારૂની મહેફિલ માણતા 35 નબીરાઓની 25 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી

Mayur

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!