GSTV

લગ્નના દોઢ વર્ષ પછી અનુષ્કાએ ખોલ્યું સીક્રેટ, કેમ કર્યા હતા નાની ઉંમરમાં લગ્ન?

Last Updated on July 16, 2019 by

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલીના લગ્ન સમાચાર સાંભળીને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે અંદાજો લગાવવામાં આવે છે કે ઘણા અઠવાડિયા પહેલા તૈયારી શરૂ થઈ હતી, પરંતુ નાની ઉંમરમાં લગ્નના બંધનમાં બંધાઈ જવું એક્ટ્રેસ માટે થોડું આશ્ચર્ય હતું.

અનુષ્કા પોતે સ્વીકારે છે કે એક એક્ટ્રેસ હોવાના કારણે લગ્ન કરવાની તેની ઉંમર નાની હતી. અનુષ્કાએ આટલા જલદી કેમ કર્યા તેનો સવાલ બધાના મનમાં આવે છે, તેનો જવાબ અનુષ્કાએ પોતે આપ્યો હતો, તેણે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, અમારી ઓડિયન્સ અમારી સાથે એટલી જોડાયેલી જેટલી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ નથી જોડાયેલી.

ઓડિયન્સ કલાકારોને ખાલી સ્ક્રીન પર જોવા માગે છે. તેમને કોઈની જિંદગી સાથે કોઈ મતલબ નથી. અનુષ્કાએ કહ્યું, તેમને કોઈ ફર્ક નથી પડતો કે તમારા લગ્ન થાય અથવા તમે મા બનો. આપણે આ પૂર્વાગ્રહમાંથી બહાર નીકળવાની જરૂર છે.

મેં 29 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા જે એક એક્ટ્રેસ માટે ઓછી છે. મેં એવું કર્યું કારણ કે મને પ્રેમ થઈ ગયો હતો. અને હું તેને પ્રેમ કરું છું. લગ્ન એક એવી વસ્તુ છે જે સંબંધને આગળ વધારે છે. હું હંમેશાં એ વાત માટે ઊભી રહીશ જ્યાં મહિલાઓને સમાનતા મળે. તેણે કહ્યું કે, હું નથી ઈચ્છતી કે મારી જિંદગીની ખૂબસૂરત પળો જીવું ત્યારે મારા દિલમાં કોઈ ડર હોય.

એક માણસને લગ્ન કરવા અને તેના પછી કામ કરવાથી ડર નથી લાગતો તો મહિલાઓની બાબતમાં એવું કેમ ન હોય? તેને ખુશી છે કે બાકી એક્ટ્રેસ પણ આ કરી રહી છે. જે પ્રેમ કરે છે તે સામે આવી રહ્યું છે અને તેનો એકરાર કરી રહ્યા છે.

Read Also

Related posts

જો Crypto currencyમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો તેના રિસ્ક અને ફાયદા

Damini Patel

લાચાર શિક્ષકો/ કોર્પોરેશનની ચૂંટણીમાં જોતરાયેલા શિક્ષકોને ભથ્થા નહીં મળતા મુંઝાયા, ચૂંટણીનો ખર્ચ ચુકવી દીધો, પણ આમને આપવા રૂપિયા નથી

Pravin Makwana

મોટો છબરડો/ ધોરણ 10નું ગણિત બાદ વિજ્ઞાનનું પેપર પણ ફૂટ્યૂ, ટ્યૂશન ક્લાસમાંથી પેપર લીક કરી વિદ્યાર્થીઓને મોકલ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!