GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

પતિ વિરાટથી દૂર થતા ભાવૂક થઈ અનુષ્કા શર્મા, કહી દીધી આટલી મોટી વાત

ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડમાં ગયેલી ટીમ ઈન્ડિયાએ હવે ટેસ્ટ સિરીઝ માટે કમર કસી લધી છે. આ પ્રવાસ પર વિરાટની સાથે તેમની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ સાથે હતી. જોકે હવે તેણી ભારત પરત ફરી ગઈ છે, પરંતુ લાગે છે કે અનુષ્કાને વિરાટથી દૂર રહેવુ સહન થઈ રહ્યુ નથી અને વિરાટને ખૂબ જ મિસ કરી રહી છે.

અનુષ્કાને વિરાટથી દૂર થતાની સાથે જ ઈન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી પોસ્ટ કરી છે. જેમાં તેઓ વિરાટની સાથે નજર આવી રહી છે. આ પોસ્ટની સાથે અનુષ્કાએ એક ભાવુક મેસેજ પણ શેર કર્યો છે. આ ફોટોમાં આ જોડી ખૂબ જ ક્યુટ લાગી રહી છે.

અનુષ્કાએ ફોટો શેર કરી લખ્યુ છે કે, તમે વિચારતા હશો કે, સમયની સાથે-સાથે ગુડબાય કહેવુ ખૂબ જ સરળ બની જાય છે, પરંતુ એવુ બિલકુલ પણ નથી. આ ફોટામાં અનુષ્કા વિરાટથી થોડી જ દૂર બેઠી છે અને વિરાટની ક્લિક પર સ્માઈલ આપતી નજર આવી રહી છે.

ખરેખર તો, અનુષ્કાને પોતાના પ્રોજેક્ટને કારણે મુંબઈ પરત ફરવું પડ્યું છે. સમાચારોના જણાવ્યા પ્રમાણે, અનુષ્કા મુંબઈમાં મંગળવારે શરૂ થનારી ફેમિના બ્યૂટી એવોર્ડમાં રેડ કાર્પેટમાં ભાગ લેશે. તેણી બોલિવૂડના પ્રખ્યાત અને પ્રિય ફોટોગ્રાફર ડબ્બૂ રતનનીના કેલેન્ડર લોન્ચ પ્રસંગે પણ પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે, આ સમયે અનુષ્કાએ તેની કોઈ બોલિવુડ ફિલ્મની જાહેરાત કરી નથી. તેણી છેલ્લે ફિલ્મ ‘ઝીરો’ માં શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે જોવા મળી હતી.

READ ALSO

Related posts

હાલમાં શાળાઓ ખોલવી સૌથી વધારે ખતરનાક, WHO અને UNICEFએ ભારતને આપી ગંભીર ચેતવણી

Pravin Makwana

OLD IS GOLD: 54 વર્ષ જૂની ફરારી કારે બનાવ્યો વિશ્વ રેકોર્ડ, કરોડોમાં થઈ હરાજી

Pravin Makwana

સરકાર 15 ઓગસ્ટે વન નેશન વન હેલ્થ કાર્ડની ઘોષણા કરશે, આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!