બ્યૂટીફુલ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ પોચાના પતિ વિરાટ કોહલી સાથે ન્યૂઝીલેન્ડમાં છે. ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન ડે સીરીઝમાં વિરાટ સેનાએ પહેલી વન ડેમાં શાનદાર જીત મેળવી. જે બાદ વિરાટ પત્ની સાથે રાહતની પળો વિતાવી રહી છે.
બંને અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતા રહે છે. આ વખતે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતપોતાની તસવીરો શેર કરી છે.
પરંતુ અનુષ્કાએ વિરાટની તસવીર શેર કરતાં લખ્યું કે, ઉફ્ફ, આ ખૂબસુરતીને હેન્ડલ નથી કરી શકતી.
સાથે જ વિરાટે પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તે ગ્રે કલરની ટીશર્ટમાં ડેપર લાગી રહ્યો છે. અગાઉ અનુષ્કા-વિરાટની સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ હતી જેમાં તે એકત નાનકડી બાળકી સાથે વાતચીત કરતાં જોવા મળ્યાં હતા. આ બાળકી વિરાટની ફેન હતી.
કહેવામાં આવી રહ્યું હતું કે મેચના એક દિવસ પહેલાં સાંજે વિરુષ્કા વૉક પર નીકળ્યાં હતાં અને તે જ સમયે કોહલીની આ નાનકડી ફેન સાથે મુલાકાત થઇ હતી.
વિરાટ અનુશ્કાને ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડના એરપોર્ટ પર પણ સ્પોટ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેઓ સ્ટાઇલીશ લુકમાં નજરે પડ્યાં હતા. ન્યૂઝીલેન્ડમાં પણ બંને સ્ટાર્સના ફેન્સની કોઇ કમી નથી. એરપોર્ટ પર વિરુષ્કાને ચાહકોએ ઘેરી લીધાં હતા.
Read Also
- બરાબરીની ટક્કર: બૉલીવુડમાં આવતા જ નેપોટિઝ્મ પર બોલ્યા નાગા ચૈતન્ય, કરી આવી વાત
- ICICI બેંકના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકે ફરીવાર વ્યાજ દરમાં વધારો કર્યો, હવે FD સ્કીમ પર મળશે વધુ વળતર
- SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ
- Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી
- કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ