GSTV

અનુરાગે ‘કસોટી જિંદગી કે’ નો છોડી દીધો શો, બીજા પ્રોજેક્ટ પર કરવા માગે છે કામ

‘કસૌટી જિંદગી કે’ 2ના નવા એપિસોડ ફેન્સનું મનોરંજન કરી રહ્યા છે. શોના ફેન્સ માટે નિરાશાજનક સમાચાર છે. રિપોર્ટ અનુસાર શોમાં અનુરાગનું કિરદાર નિભાવનારા પાર્થ સમથાને આ શો છોડી દીધો છે. તે તેના અન્ય પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તેથી તેણે આ શોને અલવિદા કહી દીધું છે.

આરોગ્ય અને અન્ય પ્રોજેક્ટ પર કરવા માટે છે ધ્યાન કેન્દ્રિત

પાર્થ હવે તેના આરોગ્ય અને અન્ય પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. એકતા કપૂર પાર્થને શો પર પાછા લાવવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ અભિનેતાએ શોમાંથી બહાર થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પ્રોડક્શને પાર્થનું રિપ્લેસમેન્ટ શોધવાનું શરૂ કર્યું છે પરંતુ તે થોડું મુશ્કેલ લાગી રહ્યું છે.

પાર્થે 12મી જુલાઈથી તેના શોનું શૂટિંગ બંધ કરી દીધું

પાર્થે 12મી જુલાઈથી તેના શોનું શૂટિંગ બંધ કરી દીધું હતું. તેનો કોરોના પોઝિટિવ આવ્યો હતો તેથી જ તેણે શૂટિંગ કરવાનું બંધ કર્યું હતું. પાર્થ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ‘કસૌટી જિંદગી કે 2’નો શૂટિંગ સ્ટુડિયો બેથી ત્રણ દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે સ્ટુડિયોને ફરીથી ખોલવામાં ત્યારે અન્ય અભિનેતાઓ અને ક્રૂ મેમ્બરોએ પણ શૂટિંગ શરૂ કરતા પહેલા કોરોના અંગેનો ટેસ્ટ કરાવ્યો હતો.

પાર્થ સમથાને શૂટિંગ શરૂ કરતાં પહેલાં એક સપ્તાહનો બ્રેક લીધો હતો

26મી જુલાઈએ પાર્થે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને તેના ફેન્સને જણાવ્યું હતું કે તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તે સાથે પાર્થે પણ તે તમામનો આભાર માન્યો હતો જેણે તેના માટે પ્રાથના કરી હતી. કોરોના ટેસ્ટ નેગેટિવમાં આવ્યા બાદ અને કોરોન્ટાઇનમાં રહ્યા બાદ પાર્થ સમથાને શૂટિંગ શરૂ કરતાં પહેલાં એક સપ્તાહનો બ્રેક લીધો હતો. ત્યાર બાદ પાર્થે શૂટિંગ શરૂ કરાવાના સમાચાર પણ મળ્યા હતા.

READ ALSO

Related posts

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel

શ્રમ કાયદામાં સુધારા બિલને સંસદમાં મળી મંજૂરી, મોદીએ કહ્યું- વિકાસ આગળ વધશે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!