GSTV

હૉટનેસમાં બી-ટાઉનની હસીનાઓને માત આપે છે અનુરાગ કશ્યપની લાડલી, 19ની ઉંમરમાં મચાવી રહી છે તહેલકો

ફેમસ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પોતાની ફિલ્મો અને બોલ્ડ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. જો કે ઘણીવાર એવું પણ બન્યું છે કે પોતાના નિવેદનોના કારણે તેમણે ટ્રોલ થવું પડ્યું હોય. અનુરાગ જ નહી પરંતુ તેની દિકરી આલિયા કશ્યપ પણ આટલી જ બોલ્ડ છે અને સોશિયલ મીડિયા પર તેણે પણ ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો છે.

આલિયા એક સ્ટાર કિડ છે પરંતુ તે લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો કે તે પોતાની હૉટ તસવીરોના કારણે વારંવાર ચર્ચામાં આવી જ જાય છે.

અન્ય સ્ટાર કિડ્ઝની જેમ જ આલિયા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર આલિયાના 14 લાખથી વધુ ફૉલોઅર્સ છે. 19 વર્ષની આલિયા હૉટનેસમાં જ્હાન્વી અને સારાને મ્હાત આપે છે.

તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગ્લેમરસ તસવીરોથી ભરેલુ છે. આલિયા વર્ષ 2017માં તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે એજ્યુકેશન ઑફ ગર્લ્સ પર ડોક્યુમેન્ટ્રી બનાવી હતી.

આલિયા જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂરની સારી મિત્ર છે. બંને ઘણીવાર સાથે પાર્ટી કરતાં સ્પૉટ થયા છે.

અનુરાગ કશ્યપ પોતાની દિકરીની ખૂબ જ નજીક છે. તે મોટાભાગે પોતાની દિકરી સાથે ટાઇમ સ્પેન્ડ કરે છે. સોશિયલ મીડિયા પર અનુરાગ કશ્યપ દિકરી સાથે તસવીરો શેર કરતા રહે છે. એક વાર એક યુઝરે તેની દિકરીનો રેપ કરવાની ધમકી આપતા અભદ્ર મેસેજ કર્યો હતો અને ડાયરેક્ટરને ગાળો ભાંડી હતી.

જે બાદ અનુરાગ કશ્યપે એફઆઇઆર કરી હતી. જણાવી દઇએ કે આલિયાની મમ્મી આરતી બજાજ અનુરાગ કશ્યપની પહેલી પત્ની છે. તે એક ફિલ્મ એડિટર છે. આરતીથી અલગ થયાં બાદ અનુરાગે એક્ટ્રેસ કલ્કિ કોચલીન સાથે લગ્ન કર્યા હતાં. જો કે તેમનું લગ્ન જીવન પણ લાંબુ ટક્યુ ન હતું.

Read Also

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!