GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

લોકડાઉન સમયે અનુરાગ કશ્યપે જે વેબ સિરીઝ જોવાની ભલામણ કરી તે ભૂલથી પણ રાત્રે ન જોતા

COVID-19

કોરોના વાઈરસના કારણે લોકડાઉન સમયે લોકો ઘર પર કામ વિના હવે વેબ સિરીઝ જોવાનું પસંદ કરી રહ્યાં છે. ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ દ્રારા પણ એક વેબ સિરીઝ જોવાની ભલામણ કરવામાં આવી છે. પણ એ સિરીઝ એટલી ભયાનક છે કે લોકો ચોક્કસથી ડરી જાય.

કઈ છે વેબસિરીઝ ?

‘કિંગડમ’ નેટફ્લિક્સની પહેલી ઓરિજનલ કોરિયાઈ વેબસિરીઝ છે. પ્રથમ સિઝન જાન્યુઆરી 2019માં આવી હતી. તેના પોઝિટીવ રિવ્યૂના કારણે તેની બીજી સિઝન પણ આવી ગઈ છે. બંન્ને સિઝનમાં 6-6 એપિસોડ છે. આ વેબ સિરીઝને કિમ-યૂન-હીએ લખી છે. ડાયરેક્ટર છે કિમ સેઓંગ-હુન.

કથા શું છે ?

આ એક સુપરનેચરલ પોલિટિકલ થ્રિલર છે. પટકથાની શરૂઆતમાં એક જાહેરખબર દેખાય છે. જેના પર લખેલું છે. જોસેઓનના રાજાની મૃત્યું થઈ ચૂકી છે. ક્રાઊન પ્રિન્સને જલ્દી જ નવો રાજા ઘોષિત કરવામાં આવશે. જો કે રાજા તો રાજ મહેલની અંદર જીવંત છે. સખત બીમાર છે અને દસ દિવસથી તેનો સિક્રેટ ઉપચાર ચાલી રહ્યો છે. એ પ્લેગનો શિકાર થઈ ગયા છે. રહસ્યમયી પ્લેગ દક્ષિણના પ્રદેશોમાં પણ ફેલાય ચૂક્યો છે. જેની તપાસની જવાબદારી ક્રાઊન પ્રિન્સ લી ચેંગ પર છે. જે કોઈ ખતરનાક રાજનીતિક ષડયંત્રમાં ફસાયેલા છે. રાજા પાસે જવાની અનુમતિ કોઈની પાસે નથી. ખૂદ ક્રાઊન પ્રિન્સ પાસે પણ નહીં. પણ રાતના સમયે તે ચૂપચાપ પોતાના પિતા પાસે ચાલ્યો જાય છે. પણ પોતાના પિતાની જગ્યાએ તેને એક રાક્ષસનો પડછાયો દેખાય છે. એક તરફ પ્લેગ હાનયાંગની તરફ વધી રહ્યો છે. બીજી તરફ લોકોની તેમને સિંહાસનથી હટાવવાની સાજીશો ચાલી રહી છે.

પીરીયડ ડ્રામામાં હોરર જોમ્બી

હોરર કન્ટેનને પસંદ કરનારા લોકો માટે આ સિરીઝ મસ્ટ વોચ છે. પ્રથમ વખત કોઈ પિરીયડ ડ્રામામાં જોમ્બી દેખાયો છે. ક્રિટિક્સ આ સિરીઝને રાજનીતિક ષડયંત્ર, સસ્પેન્સ અને હોરરનું મિશ્રણ કહી રહ્યાં છે. પણ તેમાં દેખાડવામાં આવેલ ક્લાસ ડિફરન્સ અને પાવરની ભૂખ પહેલા જેવી જ છે. 400 વર્ષ પહેલાંની અદભૂત ડિઝાઈન જોવા મળશે. પણ વાર્તા અને પાત્રને આજના સમય સાથે સાંકળવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

તાકાતનો ઘમંડ દેખાડી રહેલા ચીનના આ શાપિત ગામના લોકોને જોઈને કહેશો ઓહ માય ગોડ, અહીં અજમાવે જોર

pratik shah

રાજ્યનાં ઘણા જિલ્લાઓના વાતાવરણમાં આવ્યો અચાનક પલ્ટો, ભારે પવન સાથે વરસ્યો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!