GSTV
Home » News » અનુરાગ કશ્યપને ઈમ્પ્રેસ ન કરી શકી ‘સંજુ’

અનુરાગ કશ્યપને ઈમ્પ્રેસ ન કરી શકી ‘સંજુ’

રણબીર કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી બાયૉપિક ‘સંજુ’ મોટાભાગના લોકોને પસંદ આવી છે અને ફિલ્મ બૉક્સ ઑફિસ રોજેરોજ નવા રેકોર્ડ સ્થાપી રહી છે પણ લાગે છે કે, નિર્દેશક અનુરાગ કશ્યપને આ ફિલ્મ ગમી નથી. હાલમાં જ અનુરાગને એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે બોલિવૂડમાં બની રહેલી બાયોપિક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘હું એવા લોકો વિશે ક્યારેય બાયોપિક બનાવવા નહીં માગું જેને બધા લોકો જાણે છે. આવી બાયોપિક એક રીતે બળજબરી લાગે છે. મેં ઘણી બાયોપિક બનાવી છે, ઘણી સાચી વાર્તાઓ પર પણ ફિલ્મો બનાવી છે.’

‘બ્લેક ફ્રાઈડે’, ‘મુક્કાબાજ’ આ રિયલ લાઈફ સ્ટોરીઝ છે પણ તે જે લોકોથી પ્રેરિત છે હું તેમના નામ જણાવવા માંગતો નથી. જે પ્રેરણા છે તે અસલ ઘટનાક્રમમાં આવે છે. એવી બાયોપિક જેમાં અનેક પ્રકારની પાબંદીઓ હોય, તેવી બાયોપિક બનાવવા કરતા હું ખરા અર્થમાં રિયલ ઈવેન્ટ પર આધારિત બાયોપિક બનાવવા માગીશ. બોલિવૂડમાં બનનારી બાયોપિક્સ સાથે સમસ્યા એ છે કે, તેને આપણે બહુ જલ્દી બનાવી લઈએ છીએ. કોઈપણ કેરેક્ટરને આપણે તેમની જિંદગી પૂરી થયા પહેલા જ જજ કરી લઈએ છીએ અને ક્રિએટ કરી દઈએ છીએ.’

એક રીતે જોવા જઈએ તો અનુરાગ કશ્યપે સાચું જ કહ્યું છે. ભલે તેણે ‘સંજુ’નું નામ ન લીધું હોય પણ તેને ઈશારો સ્પષ્ટ રીતે રણબીર સ્ટાર ‘સંજુ’ તરફ છે.

રાજકુમાર હીરાની નિર્દેશિત આ ફિલ્મ પર અનુરાગના આ સ્ટેટમેન્ટ હીરાની અને સંજય દત્ત કેવી રીતે રિએક્ટ કરશે તે જોવાનું રસપ્રદ હશે. ઉલ્લેખનીય છે કે, અનુરાગ રણબીર સાથે ‘બોમ્બે વેલવેટ’ ફિલ્મ બનાવી ચૂક્યો છે.

‘સંજુની વાત કરીએ તો ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે ફિલ્મમાં રણબીર ઉપરાંત વિક્કી કૌશલ, પરેશ રાવલ, દીયા મિર્ઝા, મનીષા કોઈરાલા, અનુષ્કા શર્મા અને સોનમ કપૂર છે.

Related posts

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

Pravin Makwana

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah

બોયફ્રેન્ડ સાથે પકડાઈ નવવધુ, ગામલોકોએ પકડી બંનેના નાક કાપી નાખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!