GSTV

શું આજે થશે અનુરાગ કશ્યપની ધરપકડ? યૌન શોષણ મામલે વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચ્યા

બૉલીવુડ ડાયરેક્ટર Anurag Kashyap પર એક્ટ્રેસ પાયલ ઘોસએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. 22 સપ્ટેમ્બરે પાયલે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી નોંધાવી હતી. ત્યાર બાદ, પાયલની લેખિત ફરિયાદના આધારે અનુરાગ કશ્યપને પોલીસ સ્ટેશનમાં હાજર થવા સમસન્સ પાઠવવામાં આવ્યું હતું. હાલ, Anurag Kashyap વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે અને તેમને સમગ્ર મામલે આરોપો પર સવાલો કરવામાં આવી રહ્યા છે.

Anurag Kashyap

Anurag Kashyap સામે આરોપો લગાવતા કર્યું ટ્વીટ

પાયલ ઘોષે થોડા સમય પહેલા અનુરાગ કશ્યપ પર આરોપ લગાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક ટ્વીટ કર્યું હતું. તેણે ટ્વીટમાં લખ્યું હતું કે અનુરાગે 2015માં તેની સાથે જાતીય શોષણ કર્યું હતું. આ પછી, પાયલે 22 સપ્ટેમ્બરના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે તેની અરજીની સુનાવણી જલ્દીથી સંભળાઇ ન હતી, ત્યારે તે પોલીસની પાછળપાછળ દોડી રહી હતી. પાયલે કહ્યું કે અનુરાગની ધરપકડ થવી જોઈએ. આ માટે તેમણે ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી.

પાયલ ઘોષે રાજ્યપાલ સાથે પણ કરી મુલાકાત

આ ઉપરાંત પાયલે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી હતી. પાયલના જણાવ્યા મુજબ રાજ્યપાલે તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ તેમના વતી તેમની મદદ કરશે. આ કેસમાં વધતા દબાણ બાદ બુધવારે અનુરાગ કશ્યપને સમન્સ મોકલવામાં આવ્યું હતું અને તેમને પોલીસ સ્ટેશન આવવાનું કહેવામાં આવ્યું હતું. આજે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. હવે જોવાનું એ રહે છે સમગ્ર મામલે આગળ શું વળાંક આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રિતિક રોશને ખરીદ્યું સપનાનું ઘર, સી-ફેસિંગ વ્યુ માટે ખર્ચ્યા 97.50 કરોડ રૂપિયા

pratik shah

ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષનું પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન, કહ્યું: ખબર છે ક્યારે કરવાનું છે યુદ્ધ

pratik shah

BIG BREAKING/ રિઝર્વ બેંક ઓફ ઈંડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટીવ, આઈસોલેશનમાં રહી કરશે કામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!