GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

શૂટિંગ માટે રાજી થઈ મહારાષ્ટ્ર સરકાર, પરંતુ અનુરાગ કશ્યપ જોખમ લેવા માગતા નથી

કોરોના વાયરસ અને ત્યારબાદના લોકડાઉનને કારણે મહિનાઓથી ફિલ્મ અને ટીવી સિરિયલના શૂટિંગ અટકી ગયા છે. 19મી માર્ચથી જ તમામ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે હવે શૂટિંગ માટે કેટલીક ગાઇડલાઇનને આધીન મંજૂરી આપી છે. પણ જાણીતા પ્રોડ્યુસર-ડાયરેક્ટર અનુરાગ કશ્યપ શૂટિંગ શરૂ કરવાના મૂડમાં નથી. તેમણે કહ્યું હતું કે હું હજી જોખમ લેવા માગતો નથી. તેમને હજી પણ ડર લાગી રહ્યો છે.

શૂટિંગ કરવું એક સાહસ છે

આ મામલે અનુરાગ કશ્યપે જણાવ્યું હતુ કે કેટલાક લોકો માટે શૂટિંગ શરૂ થવું  તે અસ્તિત્વની વાત છે. તેમની તકલીફ સમજી શકાય છે. પણ મને નથી લાગતું કે મારા માટે આ સમયે બહાર જઇને શૂટિંગ કરવું જરૂરી છે. તે એક સાહસ જ છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખીને શૂટિગ કરવું થોડું જોખમી પણ છે. આ સમયે હું આવું કોઈ જોખમ લેવા માગતો નથી.

View this post on Instagram

Pic by @khamkhaphotoartist

A post shared by Anurag Kashyap (@anuragkashyap10) on

પોસ્ટ પ્રોડક્શનનું કામ કરી શકું

તેમણે જણાવ્યું કે હું હાલ પૂરતું પોસ્ટ પ્રોડક્શનનું કામ કરી શકું છું. કેમ કે તેમા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું શક્ય છે. હું થોડી રાહ જોઇશ અને એ પણ ચકાસીશ કે અન્ય લોકો શું કરી રહ્યા છે. મને પૂરેપૂરો ભરોસો નહીં બેસે ત્યાં સુધી શૂટિંગ શરૂ નહીં કરું.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!