GSTV
Home » News » અનુરાગ કશ્યપે આ ડરથી છોડી દીધુ ટ્વીટર, છેલ્લી પોસ્ટમાં લખી આ વાત

અનુરાગ કશ્યપે આ ડરથી છોડી દીધુ ટ્વીટર, છેલ્લી પોસ્ટમાં લખી આ વાત

ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે ટ્વિટર છોડી દીધું છે. અનુરાગ કશ્યપના પેરેન્ટ્સ તથા દીકરીને અજાણ્યા લોકો ફોન કરીને ધમકી આપતા હોવાનું કારણ આગળ ધરી અનુરાગે ટ્વિટર છોડવાનો નિર્ણય લીધો છે.

અનુરાગે છેલ્લે બે ટ્વીટ કરી હતી અને પછી એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું હતું. અનુરાગ કશ્યપે ટ્વીટ કરી હતી, ‘જ્યારે તમારા પેરેન્ટ્સને ફોન આવે અને તમારી દીકરીને ઓનલાઈન ધમકીઓ મળવા લાગે તો તેના પર કોઈ પણ વાત કરવા ઈચ્છશે નહીં. કોઈ કારણ પણ નથી વાત કરવાનું.

ઠગ શાસન કરશે અને ઠગી જીવન જીવવાની નવી રીત હશે. તમને નવું ભારત મુબારક’ છેલ્લી ટ્વીટમાં અનુરાગે કહ્યું હતું, ‘તમને ખુશીઓ તથા પ્રગતિ મળે. આ મારી આખરી ટ્વીટ છે, કારણ કે હું ટ્વિટર છોડી રહ્યો છું. જ્યારે હું ડર રાખ્યા વગર બોલી ના શકું તો હું બોલીશ જ નહીં. ગુડ બાય.

Read Also

Related posts

તીડના આતંકને નાથવા માટે રાજસ્થાનની ટીમ પણ જોડાય, ભગાવવા માટે ઢોલ-થાળીનો ઉપયોગ કરવા સૂચન

Mayur

સાડી ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રી, કપડાની દુકાન પર વધી ગ્રાહકોની સંખ્યા

Mansi Patel

‘જ્ઞાન વેચવાથી કંઈ ફાયદો નહીં થાય’ કહી બોલિવુડના ખ્યાતનામ ડાયરેક્ટર અને એક્ટરે Twitterને અલવિદા કહી દીધું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!