GSTV

અનુરાગ કશ્યપને દિકરી આલિયાએ પૂછ્યો સવાલ, હું પ્રેગનેન્ટ થઇ ગઇ તો? મળ્યો આ જબરદસ્ત જવાબ

અનુરાગ

Last Updated on June 22, 2021 by Bansari

બોલિવૂડ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ તેની પુત્રી આલિયા કશ્યપ માટે ‘કૂલ ડેડ’ છે. અનુરાગ અને આલિયા વચ્ચે બોન્ડિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. બંને વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ છે. આલિયા તેના પિતા સાથે બધું શેર કરે છે. તાજેતરમાં જ ફાધર્સ ડે નિમિત્તે આલિયાએ પાપા અનુરાગ સાથે એક વીડિયો બનાવ્યો હતો, જેને તેણે તેની યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ કર્યો છે.

અનુરાગ

આલિયાના સવાલનો અનુરાગે આપ્યો આ જવાબ

વીડિયોમાં આલિયા કશ્યપની સાથે પાપા અનુરાગ કશ્યપ અને તેનો બોયફ્રેન્ડ પણ જોવા મળી રહ્યા છે. વિડિઓમાં, આલિયા તેના પિતાને તે સવાલો પૂછે છે જે યુઝર્સ તેમને પૂછવા માંગે છે. એક યુઝરે અનુરાગને પૂછ્યું કે જો તમારી પુત્રી તમને કહે છે કે તે પ્રેગનેન્ટ છે, તો તમારું રિએક્શન શું હશે? આ અંગે પ્રતિક્રિયા આપતાં અનુરાગે કહ્યું, ‘હું પૂછીશ, કે શું તુ ખરેખર આ ઇચ્છે છે? અને તુ જે કરીશ, તેમાં હું તારી સાથે છું, તુ આ જાણે છે. ‘અનુરાગ આગળ કહે છે,’ હું તેને સ્વીકાર કરીશ, તે જે કરે છે તેમાં હું તેનો ટેકો આપીશ. હું એમ પણ કહીશ કે તમારે તેની કિંમત ચૂકવવી પડશે, પણ અંતે હું હજી પણ તમારી સાથે રહીશ.

અનુરાગ

આલિયાના બોયફ્રેન્ડ સાથે અનુરાગના છે આવા સંબંધ

આલિયાએ આ સેશનનું નામ Asking Your Dad Awkward Question રાખ્યું હતું. આ સેશન પહેલા અનુરાગ આલિયા અને તેના બોયફ્રેન્ડ સાથે આઇસક્રીમ ખાવા પણ જાય છે. આલિયા જાતે જ ડ્રાઇવ કરીને તે બંનેને આઇસક્રીમ ખાવા લઈ જાય છે. આલિયા સાથે તેનો બોયફ્રેન્ડ આગળ બેઠો છે, જ્યારે અનુરાગ પાછળની સીટ પર બેઠો હોય છે.

આલિયાના બોયફ્રેન્ડ વિશે વાત કરતાં અનુરાગ કહે છે- ‘તે એક સારો છોકરો છે. મને તે ગમે છે કારણ કે તે આધ્યાત્મિક છે. ‘આલિયા અનુરાગની આ વાત સાંભળીને ખુશ થઈ ગઈ. વીડિયોમાં અનુરાગ કહે છે કે આજના બાળકો ખૂબ જ એક્સપ્રેસિવ છે અને તેઓ ખુલીને વાત કરવાનું પસંદ કરે છે. તેમના સમયની જેમ નહીં, જ્યાં બાળકોમાં કંઈપણ બોલવાની હિંમત ન હતી, તેથી તેઓને લાગે છે કે માતાપિતાએ તેમના બાળકો પર પોતાને થોપવાનું બંધ કરવું જોઈએ.

READ ALSO

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari

આકાશી આફત / ભારે વરસાદ મહારાષ્ટ્રમાં આફત બની, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!