GSTV
Home » News » અયોધ્યા કેસના ચુકાદા બાદ સ્વરા ભાસ્કરે ભજન લખી કરી ખાસ ટ્વિટ

અયોધ્યા કેસના ચુકાદા બાદ સ્વરા ભાસ્કરે ભજન લખી કરી ખાસ ટ્વિટ

અયોધ્યા કેસનો નિર્ણય આવ્યા બાદ થોડી મિનિટોમાં જ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ટ્વિટ કરી લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. સ્વરા ભાસ્કરે તેની ભાવના વ્યક્ત કરવા ભજનની બે લાઈનો લખી છે. તેણે લખ્યું છે, ‘રઘુપતિ રાઘવ રાજા રામ…સબકો સન્મતિ હે ભગવાન’ જેનો અર્થ થાય છે કે ઈશ્વર બધાને સદબુદ્ધિ આપે.

આ ભજન દુનિયાને અહિંસાનો પાઠ ભણાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો પસંદ છે આ ભજન. બોલિવૂડનો દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પણ અયોધ્યા કેસનો નિર્ણય આવ્યા બાદ બધાને ટ્વિટ કરીને શાંતિ રાખવાની અપીલ કરી છે. અનુપમ ખેરે લખ્યું, ‘ અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ. સબકો સન્મતિ દે ભગવાન.’

અનુપમ ખેરની ટ્વિટનો લોકોએ વિરોધ કર્યો છે અને તેના પર આરોપ લગાવ્યો છે કે તે સરકાર સામે ક્યારેય નહીં બોલે. શનિવારના રોજ આવેલા અયોધ્યા કેસના નિર્ણયને લઈ બોલિવૂડ સેલિબ્રિટીએ ટ્વિટ કરીને શાંતિ રાખવાની અપીલ કરી છે.

પીએમ મોદીએ કરી શાંતિની અપીલ

અનુપમ ખેરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટ્વિટને રિટ્વિટ કરી છે, જેમાં તેણે લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું, ‘અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, તે કોઈની હાર-જીતનો નહીં હોય.’ દેશવાસિયોને મારી અપીલ છે કે આપણા બધાની એ પ્રાથમિકતા રહે કે ભારતની શાંતિ, એકતા અને સદ્ભાવનાની મહાન પરંપરાને વધારે મજબૂત બનાવે.

Read Also

Related posts

સાવરકર હવે વીર નહીં ગણાય, આ રાજ્ય સરકારે પુસ્તકોમાંથી આ શબ્દ જ હટાવી લીધો

Arohi

Bigg Boss 13માં આવશે સૌથી મોટો ટ્વિસ્ટ, બિગબૉસના ઘરમાં પરણી જશે આ બંને કન્ટેસ્ટન્ટસ

Bansari

બેન્કોને એટીએમથી ચૂનો લગાવવાની આ ઠગોએ અપનાવી હતી નવી રીત, આ એક જ ભૂલે ફોડ્યો ભાંડો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!