આ માસુમ બાળકોની સેલ્ફી હવે સેલ્ફી નહીં પણ સિક્કો બની ગયો છે, અનુપમથી લઈ અમિતાભ બન્યાં ફેન

અજ્ઞાત ફોટોગ્રાફર દ્વારા પાડવામાં આવેલ કેટલાક નિર્દોષ બાળકોનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ ચિત્રમાં કેટલાક બાળકો સેલ્ફી લેતા જોવા છે. જો કે, જે બાળકો સેલ્ફી લે છે તેનાં હાથમાં ફોન નથી પરંતુ ચંપલ છે. અનુપમ ખેર, બોમન ઇરાની અને સુનિલ શેટ્ટી સહિતના ઘણા અનુભવી કલાકારો દ્વારા આ પાંચ બાળકોની સેલ્ફી શેર કરવામાં આવી છે.

આ ફોટો શેરિંગ ચેનની શરૂઆત અનુપમ ખેર કરી હતી. જેણે ટ્વિટર પર ફોટો શેર કર્યો. તેમણે કૅપ્શનમાં લખ્યું હતું કે, “વસ્તુઓ જેમના માટે શ્રેષ્ઠ છે, જે તેમને શ્રેષ્ઠ કેવી રીતે બનાવવી તે જાણે છે.” આ પછી ઘણા અન્ય કલાકારોએ આ ફોટો શેર કર્યો અને તેમના વિચારો લખ્યાં.

અભિનેતા બોમન ઇરાનીએ આ ફોટો સાથે લખ્યું, “તમે એટલા જ ખુશ રહેશો કે જેટલા તમે રહેવા માંગો છો.” આ એક કહેવત છે જે બધા માટે સમાન રીતે સાચી છે. હું દાવા સાથે કહી શકું છું કે આ સેલ્ફી અન્ય તમામ સેલ્ફી કરતાં વધુ લાઈકને લાયક છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter