GSTV
Home » News » મનમોહન સિંહનું પાત્ર ભજવી રહેલા અનુપમ ખેરે નરેન્દ્ર મોદી વિશે જે કહ્યું તેનાથી કોંગ્રેસ ખુશ થઈ જશે

મનમોહન સિંહનું પાત્ર ભજવી રહેલા અનુપમ ખેરે નરેન્દ્ર મોદી વિશે જે કહ્યું તેનાથી કોંગ્રેસ ખુશ થઈ જશે

ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરને આગામી ચૂંટણીમાં મોટું હથિયાર માનીને ચાલી રહેલી ભારતીય જનતા પાર્ટીને એક મોટો આંચકો મળ્યો છે. ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિહંનો કિરદાર નિભાવનારા અનુપમ ખેરે મોદી સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

અનુપમ ખેરને વડાપ્રધાન મોદીના કટ્ટર ટેકેદાર માનવામાં આવે છે અને તેઓ ચંદીગઢથી ભાજપના સાંસદ કિરણ ખેરના પતિ પણ છે. અનુપમ ખેરે કહ્યુ છે કે કાશ્મીરી પંડિતો માટે મોદી સરકારે કંઈજ કર્યું નથી. એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં અનુપમ ખેરે કાશ્મીરી પંડિતો મામલે બોલતા ક્હ્યુ હતુ કે આના સંદર્ભે કંઈ કરવામાં આવ્યું નથી. તેઓ હંમેશા આમ કહે છે. તેમણે પણ કંઈ કર્યું નથી.

ખુદ એક કાશ્મીરી પંડિત એવા અનુપમ ખેરે કહ્યુ છે કે ભલે દેશમાં સરકારો કોઈપણ પક્ષની આવી હોય. પરંતુ જો કોઈ કમ્યુનિટીની અવગણના કરવામાં આવી છે. તો તે કાશ્મીરી પંડિતો છે. જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ-370 પર બોલતા અનુપમ ખેરે કહ્યુ છે કે જે દિવસે આ કલમ-370ને દૂર કરવામાં આવશે. તે દિવસે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સુધરી જશે. હા પરંતુ પંડિતો માટે કંઈપણ કરવામાં આવ્યું નથી.

READ ALSO

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

13 માસના બાળકને ખોળામાં લઈ અતિક્રમણ હટાવવા પહોંચી આ મહિલા ઓફિસર

Kaushik Bavishi

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ઠંડે કલેજે 6 લોકોની હત્યામાં થયો મોટા ખુલાસા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!