GSTV
Home » News » The accidental prime minister પર કોંગ્રેસના કાર્યકર્તાઓની સર્જિકલ સ્ટ્રાઈક

The accidental prime minister પર કોંગ્રેસના કાર્યકર્તાઓની સર્જિકલ સ્ટ્રાઈક

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના દસ વર્ષના કાર્યકાળ પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. કલકત્તામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. વિરોધ એટલે સુધી વકર્યો કે થીએટરના પડદા પણ ફાડી નાખવામાં આવ્યા હતા. જેના કારણે શોને રદ્દ કરવામાં આવ્યો હતો. જેના કારણે ફિલ્મના સ્ટાર અનુપમ ખેર ભડકી ઉઠ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર આ વિરોધની ઝાટકણી કાઢતી ટ્વીટ પોસ્ટ કરી હતી. અનુપમ ખેરે આ વિરોધ અંગે લખ્યું હતું કે, અસહિષ્ણુતા. કોલકત્તામાં જ્યાં એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મ બતાવાઈ રહી હતી તે થીએટરના પડદા ફાડી નાખવામાં આવ્યા.

વિજય રત્નાકર ગુટ્ટેના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ હતી. ફિલ્મ મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારૂની બુક પર આધારિત છે. ફિલ્મમાં અનુપમ ખેર જ્યાં મનમોહન સિંહનો તો સંજય બારૂનો રોલ અક્ષય ખન્ના પ્લે કરી રહ્યા છે.

મધ્ય કોલકત્તાના ચાંદલની ચોક વિસ્તારમાં આવેલી ટોકિઝમાં કેટલાક દર્શકો ફિલ્મ જોઈ રહ્યા હતા. ત્યાં 10 મિનિટ બાદ જ ફિલ્મનો શો રદ્દ કરવાની નોબત આવી ગઈ. આ વિશે કોલકત્તા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષાના કારણોને લઈ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરના બપોરના શોને રદ્દ કરી નાખવામાં આવ્યો હતો. કારણ કે હોલની બહાર એક ટોળુ પ્રદર્શન કરી રહ્યું હતું.

રાજ્યના યુવા કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આ ફિલ્મ કોંગ્રેસ અને વરિષ્ઠ નેતાઓ માટે અપમાનજનક છે. તેમણે ફિલ્મને પ્રતિબંધ કરી દેવાની માગ કરી હતી. બંગાલ યુથ કોંગ્રેસના અધ્યક્ષ શાદાબ ખાને જણાવ્યું હતું કે ફિલ્મનું શીર્ષક જ અપમાનજનક છે. મનમનોહન સિંહને એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર બતાવીને ફિલ્મ નિર્માતા શું કહેવા માગે છે ? કલકત્તામાં યુવા કોંગ્રેસના 100થી વધારે કાર્યકર્તાઓએ ટોકિઝની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સારી વાત છે કે સ્ક્રિનિંગ રોકી દેવામાં આવી.

તો મમતા બેનર્જીએ પણ આ વિવાદમાં ઝંપ લાવતા કહ્યું કે, તમામ પ્રધાનમંત્રી સંયોગવશ જ બને છે. તેમણે વ્યંગ કર્યા બાદ જણાવ્યું કે, આવા પ્રકારની ફિલ્મો તથ્યોને તોડી મરોડની રજૂ કરવામાં આવે છે. મમતાએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ધ ડિજેસ્ટ્રેસ પીએમ નામની ફિલ્મ બનાવવી જોઈએ.

READ ALSO

Related posts

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi

ભારતમાં લોકસભા ચૂંટણી દરમ્યાન ફેસબુકે આવી રીતે કરી અધધ કમાણી

Mansi Patel

લોકસભાની આ ૭૮ બેઠકો બદલી શકે છે ચૂંટણીનું ગણિત, મોદી અને રાહુલનું નક્કી કરશે ભવિષ્ય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!