GSTV
Bollywood Entertainment Trending

પીએમ મોદીને મળ્યા અનુપમ ખેર, માતાએ આપેલી આ ખાસ વસ્તું આપી ભેટમાં

બોલિવૂડના હુનહાર અભિનેતા અને પદ્મવિભૂષણથી સન્માનિત અનુપમ ખેર સોશિયલ મિડીયામાં ઘણા જ એક્ટિવ જોવા મળે છે.તેઓ અવારનવાર કઈક એવું પોસ્ટ કરે છે જે ફેન્સનું ધ્યાન કેંન્દ્રિત કરે છે.તો હાલમાં જ અનુપમ ખેરે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતિ જેની ઘણી તસ્વીરો અભિનેતાએ ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે…અનુપમ ખેરે શેર કરેલા ફોટામાં પીએમ મોદી અભિનેતાના હાથમાંથી રૂદ્રાક્ષની માળા લેતા જોવા મળે છે. જે તેમની માતા દુલારી ખેરે પીએમ મોદી માટે ભેટમાં આપી હતી..જોકે બંનેની આ મુલાકાત ચર્ચામાં છે અને આ દરમિયાનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ફોટો શેર કરવાની સાથે અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું- “આદરણીય વડાપ્રધાન @narendramodi જી. આજે તમને મળીને મન અને આત્મા બંને પ્રસન્ન થયા. તમે દેશ, દેશવાસીઓ માટે જે કામ અને મહેનત કરી રહ્યા છો તેના માટે આભાર કહેવાનો મોકો મળ્યો. તમારી રક્ષા માટે તમે મારી માતા દ્વારા રુદ્રાક્ષની માળા જે આદર સાથે સ્વીકારી હતી તે અમે અને દુલારીજી હંમેશા યાદ રાખીશું. ભગવાન હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે અને આપણા બધાને આવી જ શક્તિ આપતા રહે! જય હિન્દ! 🙏🇮🇳 #PrimeMinister #NarendraModi #India #Gratitude #Humbled #DulariRocks”

તમને જણાવી દઈએ કે અનુપમ ખેર તેમની માતા દુલારી ખેરના ખૂબ જ નજીક છે. તેઓ તેમની માતા સાથે ફની વીડિયો શેર કરતો રહે છે. બંનેની ક્યૂટ બોન્ડિંગ દરેકના ચહેરા પર સ્મિત લાવે છે. આ સિવાય અનુપમ ખેર પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે અને ફિટ રહેવા માટે લોકોને પ્રોત્સાહન કરતા રહે છે. તેઓ 67 વર્ષના છે અને હજુ પણ તેમની ફિટનેસ લોકોને આશ્ચર્યચકિત કરે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેમની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ થોડા સમય પહેલા રીલિઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો ઘણો સપોર્ટ મળ્યો અને નરેન્દ્ર મોદીએ પણ ફિલ્મના વખાણ કર્યા. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જબરદસ્ત બિઝનેસ કર્યો હતો.

Read Also

Related posts

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

GSTV Web Desk

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ

GSTV Web Desk
GSTV