GSTV

એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ફસ્ટ લુક આઉટ : અનુપમને જોઈ થઈ જશો શોક

Last Updated on August 20, 2019 by Alap Ramani

મનમોહન સિંહના જીવન પરથી બની રહેલી ફિલ્મ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનો ફસ્ટ લુક સામે આવી ચૂક્યો છે. ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર મનમોહન સિંહનો કિરદાર પ્લે કરી રહ્યા છે. જેમને આ રોલમાં જોવા એ ફેન્સ માટે એક નવો  અનુભવ હશે. તો ફિલ્મમાં સોનિયા ગાંધીના કિરદારમાં સિલહાઉટ રોલ પ્લે કરી રહી છે. જ્યારે એક મહત્વપૂર્ણ કિરદારમાં ઓફબીટ રોલ માટે ખ્યાતનામ અક્ષય ખન્ના પણ છે. ફિલ્મને વિજય રત્નકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, પણ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોંઈન્ટ ફિલ્મના ક્રિએટીવ પ્રોડ્યુસર હંસલ મહેતાને ગણવા રહ્યા. ફિલ્મ સંજય બરૂઆના પુસ્તક પર આધારિત છે.

આ પહેલા ફિલ્મમાં મનમોહનનો લુક તો મેકર્સ દ્વારા પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે, ત્યારે આ ફિલ્મની ચર્ચા જગાવવા માટે અત્યારથી જ ફિલ્મના પોસ્ટરને  રિવીલ કરી દેવામાં આવ્યું છે.

આ સાથે જ સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે અનુપમ ખેરની આ ફિલ્મ 21 ડિસેમ્બરે શાહરૂખ ખાનની ઝીરો ફિલ્મ સામે ટક્કર લેશે. એટલે શાહરૂખ સામેની ટક્કરને ટાળવા કદાચ ફિલ્મની રિલીઝ ડેટમાં મેકર્સ દ્વારા આવનારા સમયમાં બદલાવ પણ આવી શકે છે.

Related posts

ગરીબોના મસિહા સોનુ સૂદની વધી મુશ્કેલી, IT વિભાગે 20 કરોડની ટેક્સ ચોરી અને ખોટી લેવડદેવડનો કર્યો છે દાવો

Harshad Patel

BIG NEWS: ઈન્કમ ટેક્સ વિભાગનો દાવો, સોનુ સુદ 20 કરોડથી વધારેની ટેક્સચોરીમાં શામેલ, 20 ઠેકાણા ફંફોળી નાખ્યા

Pravin Makwana

બેકલેસ ફોટો બતાવી ઉર્ફી જાવેદે લોકોને આપી આ ચેલેન્જ, કહ્યું- પુરી કરવા પર આપીશ ઇનામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!