ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું શૂટિંગ હાલમાં મસૂરીમાં થઈ રહ્યું છે. અભિનેતા અનુપમ ખેર ફિલ્મના શૂટિંગ માટે પત્ની અભિનેત્રી અને સાંસદ કિરણ ખેર સાથે મસૂરી પહોંચ્યા હતા. ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ થોડા દિવસો પહેલા શૂટિંગ માટે મસૂરી પહોંચ્યો હતો.

દેહરાદૂનમાં લેન્ડિંગ કરતુ અમારું વિમાન અને તેનો પડછાયો
અભિનેતા અનુપમ ખેરે ઓફિશિયલ ટવિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયો દહેરાદૂનના જૌલીગ્રાંટ એરપોર્ટ પર લેન્ડિંગના સમયનો છે. તેમાં તેમણે લખ્યું છે કે, ‘દેહરાદૂનમાં લેન્ડિંગ કરતુ અમારું વિમાન અને તેનો પડછાયો.’ આ વીડિયોમાં દહેરાદૂનના જૌલીગ્રાંટ એરપોર્ટની આજુબાજુનો સુંદર નજારો દેખાય છે જેમાં તેમની ફ્લાઇટનો પડછાયો પણ જોવા મળી રહ્યો છે.
Our plane, our plane’s shadow and I landed in Dehradun at the same time. ??? #ChasingFlight #KuchBhiHoSaktaHai pic.twitter.com/BZ5kOowaWE
— Anupam Kher (@AnupamPKher) December 15, 2020
પાંચ વાગ્યે કિતાબ ઘર સ્થિત સવાઈ હોટલ પહોંચ્યા હતા
માહિતી મુજબ ફિલ્મ અભિનેતા અનુપમ ખેર મંગળવારે સાંજે પાંચ વાગ્યે કિતાબ ઘર સ્થિત સવાઈ હોટલ પહોંચ્યા હતા. તેની સાથે અભિનેત્રી અને સાંસદ કિરણ ખેર પણ હતા. આ સમય દરમિયાન તેના ફેન્સનું ટોળું હોટલના મુખ્ય દ્વાર પર એકત્રિત થયું હતું. તેઓ સીધા હોટલની અંદર ગયા. તેમની એક પ્રશંસક પ્રિયાએ કહ્યું કે તે કિતાબ ઘર ચોક પર ઉભી હતી અચાનક તેણે કારમાં અનુપમ ખેર અને કિરણ ખેરને જોયા અને તે કારની પાછળ દોડી, પરંતુ ત્યાં સુધીમાં તેમની કાર હોટલના ગેટની અંદર પહોંચી ગઈ હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- અતિ મહત્વનું! ૬૩૨ કરોડના ખર્ચે બનનારા ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું અમિત શાહ દ્વારા થશે ખાતમૂહુર્ત, અધ્યત્ન સુવિધાથી સજ્જ હશે આ કોમ્પલેક્ષ
- વીમા રત્ન યોજના/ LIC એ અત્યાર સુધીનો સૌથી અદભુત પ્લાન લોન્ચ કર્યો! 5,000 ના રોકાણ પર તમને મળશે બમ્પર વળતર
- વિચિત્ર બીમારી/ વ્યક્તિએ પત્ની સાથે સબંધ બનાવ્યાના 10 મિનિટ પછી ગુમાવી દીધી યાદ શક્તિ, ડોકટરે જણાવ્યું આનું કારણ
- દેશમાં ડ્રગ્સના દાણચોરો પર કેન્દ્રીય એજન્સીઓની તવાઈ, NCBએ 500 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે પાંચને દબોચ્યા
- RBI નો અહેવાલ/ ડિજીટલ ઈન્ડિયાના યુગમાં પણ 100 રૂપિયાની નોટ લોકોની ફેવરિટ, આ પાછળ મહત્વનું કારણ છે જવાબદાર!