GSTV
Home » News » અનુપમ ખેરે નરેન્દ્ર મોદીને ગિફ્ટ કરી આ ખાસ વસ્તુ, જોઈને PMએ આપ્યું આવું રિએક્શન

અનુપમ ખેરે નરેન્દ્ર મોદીને ગિફ્ટ કરી આ ખાસ વસ્તુ, જોઈને PMએ આપ્યું આવું રિએક્શન

બોલિવુડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાની ઓટોબાયોગ્રાફી Lessons Life Taught Me Unknowingly ગિફ્ટની છે. આ ખાસ અવસર પરની તસ્વીર અનુપમ ખેરે ટ્વીટ કરીને શેર કરી છે. ફોટોઝમાં અનુપમ ખેર પીએમ મોદીને પોતાની ઓટોબાયોગ્રાફી આપતા પોઝ આપી રહ્યા છે.

અનુપમ ખેરે ટ્વીટ કરી લખ્યું- ‘સમ્માનીય પ્રધાનમંત્રી પીએમ નરેન્દ્ર મોદી જી, પોતાની ઓટોબાયોગ્રાફી Lessons Life Taught Me Unknowinglyનું કવર તમારી સાથે શેર કરવાનો મને આનંદ છે. તમે અમારા જેવા લાખો લોકોને દેશ માટે પોતાનું બેસ્ટ આપવાની પ્રેરણા આપી છે. તે દરેક સીખ માટે ધન્યવાદ, જે લોકોને તમારા પાસેથી મળી છે. જય હો અને જય હિન્દ.’

અનુપમ ખેરના ટ્વીટનો જવાબ આપતા પીએમ મોદીએ લખ્યું- ‘જાણીને અથવા અજાણ્યામાં આપણાં બન્ને પાસે એવું ઘણું બધુ છે જે એક-બીજા પાસેથી શીખી શકીયે. પોતાને શિક્ષિત કરવાની પ્રક્રિયા ક્યારેય ખતમ ન થવી જોઈએ. આપણે દરેક નવી વસ્તુને શીખી શકીએ છીએ અને યાદ કરીએ છીએ. તમે આપેલા પુસ્તક માટે ધન્યવાદ. મને આશા છે કે લોકોને તમારો અનુભવ વાંચીને મજા આવશે.’

પીએમ મોદીના રિએક્શનના બાદ અનુપમ ખેરે તેમને ધન્યવાદ કરતા લખ્યુ- ‘ધન્યવાદ પીએમ નરેન્દ્ર માદીજી તમારી શુભકામનાઓ માટે. હું નમ્ર અને સન્માન અનુભવું છું’

Read Also

Related posts

‘પીએમ મોદી અને અમિત શાહે અશક્યને શક્ય કરી બતાવ્યું’ જાણો અરુણ જેટલીએ અંતિમ બ્લૉગમાં શું લખ્યું હતું

Bansari

હવે નવી મુશ્કેલીમાં ફસાયા રામપુર સાંસદ આઝમ ખાન, 2 હજારથી વધારે ઝાડ કાપવાનો લાગ્યો આરોપ

Mansi Patel

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!