લ્યો બોલો! અનુપ જલોટાને હવે કરવું છે જસલીનનું કન્યાદાન, ભજન સમ્રાટે માર્યો યુ-ટર્ન

બિગ બોસ 12ના ઘરમાથી બહાર આવતા જ ભજન સમ્રાટ અનુપજલોટાએ પોતાના ખુલાસાઓથી સૌને ચોંકાવી દીધા છે. હવે તેમણે કહ્યુ છે કે તેઓ જસલીનમથારુનુ કન્યાદાન કરશે. સમાચાર ભલે થોડા અટપટા છે, પરંતુ સાચા છે. અનુપ જલોટાના આ નિવેદનપર જસલીનના પિતાએ કહ્યુ હતુ કે, અમે બંને સાથે મળીને જસલીનનું કન્યાદાન કરીશું.

 અનુપ જલોટાએ બિગ બોસ હાઉસમાંથી બહાર આવતાની સાથે જ પોતાના અને જસલીનના રિલેશન પરથી પડદો ઉઠાવ્યો છે. અનુપે જણાવ્યુ હતુ કે, જસલીન સાથે તેનો સંબંધ માત્ર સંગીત શીખવવા પૂરતો જ હતો, પરંતુ બિગ બોસમા કપલ તરીકે જવા પાછળનું ષડયંત્ર જસલીનના પિતા કેસર મથારુએ રચ્યુ હતુ. એટલું જ નહીં પરંતુ આ ઈન્ટરવ્યૂમા અનુપ જલોટાએ બિગ બોસ 12મા જતા પહેલાનો આખો પ્લાન એવી રીતે જણાવ્યો, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો.

બિગ બૉસ સીઝન 12 શરૂ થયાને એક મહિનાથી વધારેનો સમય થઇ ગયો છ. શૉની ટીરપી વધારવા માટે બિગ બૉસના મેકર્સ નવા-નવા ટ્વિસ્ટ લઇને આવી રહ્યાં છે.  વખતે વીકેન્ડમાં ડબલ ઇવિક્શન કરીને બિગ બૉસે દર્શકોને ચોંકાવી દીધાં હતા. શૉમાંથી આ અઠવાડિયે અનુપ જલોટા અને સબા ખાનને બેઘર જ્યાં સુધી અનુપ ઘરમાં હતાં ત્યાં સુધી જસલીન સાથેના તેમના રિલેશનશીપને કારણે તેઓ ચર્ચામાં હતા. જ્યારે તેમને આ રિલેશનશીપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કેટલાંક ચોંકાવનારા ખુલાસા કર્યા.

અનુપે જણાવ્યું કે તેના અને જસલીન વચ્ચે કોઇ રિલેશન નથી. ત્રણ વર્ષથી જસલીનને ડેટ કરવાની વાત પણ ખોટી છે. અનુપે બિગ બૉસનો શૉ સ્ક્રીપ્ટેડ હોવાનો દાવો કર્યો છે. સ્ક્રિપ્ટના કારણે જસલીને શૉમાં જણાવ્યું કે તે અનુપને ત્રણ વર્ષથી ડેટ કરી રહી છે.

અનુપે કહ્યું કે, જસલીનને આ શૉ ઑફર થયો હતો. જસલીને મને કોન્ટેક્ટ કર્યો અને જણાવ્યું કે મને બિગ બૉસની ઑફર આવી છે. પરંતુ તેને જોડીદારની તલાશ છે. શું તમે મારા જોડીદાર બનીને શૉમાં આવશો. મારી પાસે સમય ન હતો તેથી મે ઇનકાર કરી દીધો.

તે બાદ જસલીનના પિતા કેસરે મને તેમના ઘરે આમંત્રિત કર્યો. કેરસ મારા સારા મિત્ર છે. તેમણે મને જસલીન સાથે બિગ બૉસના ઘરમાં જવા માટે મનાવ્યો. તેમણે વારંવાર મને કહ્યું તે પછી હું તૈયાર થયો. શૉમાં જતાં પહેલાં અમે તે નક્કી કર્યુ કે અમે ગુરુ શિષ્ય બનીને ઘરમાં જઇશું.

અનુપે વધુમાં જણાવ્યું કે, પ્રીમીયરના 6 દિવસ પહેલાં  શૉના મેકર્સે જસલીનને બોલાવી. પ્રીમીયરના દિવસે અમારી કોઇ વાતચીત થઇ ન હતી. 15 સપ્ટેમ્બરે જ્યારે હું પ્રીમીયરમાં પહોંચ્યો ત્યારે મે શૉમાં જણાવ્યું કે જસલીન મારી શિષ્યા છે પરંતુ જસલીને આવીને કહ્યું કે અમે રિલેશનશીપમાં છીએ.

આ સાંભળીને હું પણ દંગ રહી ગયો. કદાચ 6 દિવસ પહેલાં મેકર્સે જસલીનને સમજાવીને કહ્યું હશે કે અહી ગુરુ-શિષ્યનું રિલેશન નહી ચાલે. તેમના કહેવા પર જસલીને આ વાત કહી. મારા પરિવારજનો અને મિત્રો પણ આ જાણીને દંગ રહી ગયાં હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter