GSTV
Home » News » ‘હું અનિલ કપૂરથી 3 વર્ષ મોટો છું, પણ તે મારાથી 30 વર્ષ નાનો લાગે છે’ – અનૂપ

‘હું અનિલ કપૂરથી 3 વર્ષ મોટો છું, પણ તે મારાથી 30 વર્ષ નાનો લાગે છે’ – અનૂપ

પ્રખ્યાત ભજન ગાયક અનૂપ જલોટા બોલિવૂડના મિસ્ટર ઇન્ડિયા એટલે કે અનિલ કપૂરની ફિટનેસના દિવાના છે. તેમનું કહેવું છે કે, અનિલ કપૂર એકમદ ફિટ છે અને તે આશ્ચર્યનો વિષય છે.

અનૂપ જલોટાએ અનિલ કપૂરની અપકમિંગ ફિલ્મ ‘ફન્ને ખાં’ના ફર્સ્ટ લૂક પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે અનિલ કપૂરની દિકરી સોનમ કપૂરના ટ્વીટને રી-ટ્વીટ કરીને કહ્યુ કે, ”અનિલ કપૂર ઉંમરને કેવી રીતે પાછળ છોડી દે છે, તે એક મિસ્ટ્રી છે. હું અનિલ કપૂરથી 3 વર્ષ મોટો છું, પરંતુ તેઓ મારાથી 30 વર્ષ નાના લાગે છે.” અનૂપ જલોટાએ ‘ફન્ને ખાં’ને લઇને શુભકામનાઓ પણ આપી છે.

તમને જણાવી દઇએ કે, અનિલ કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને રાજકુમાર રાવની ફિલ્મ ‘ફન્ને ખાં’માંથી અનિલ કપૂરનું  પોસ્ટર થોડા સમય પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતુ. આ ફિલ્મ આગામી વર્ષે એપ્રિલમાં સિલ્વર સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે. સૂત્રોનુસાર, ‘ફન્ને ખાં’માં અનિલ કપૂર ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાના કેરેક્ટરમાં જોવા મળશે.

Related posts

આ ગંદી બાત-3ના ટ્રેલરના સૌથી બોલ્ડ સીન છે, અહીં જુઓ ફોટાઓ

Kaushik Bavishi

બિહારનાં લોકો પૂરગ્રસ્ત છે ત્યારે સુપર-30 ફિલ્મ જોવા અંગે બિહારનાં Dy.CM સુશીલ મોદીએ આપ્યો આ જવાબ

Riyaz Parmar

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું કે શું વિવાહિત લોકોમાં બુદ્ધિ ઓછી હોય છે?

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!