GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Bigg Bossના ઘરમાં અનુપ-જસલીન વચ્ચે થશે કંઇક એવું જે આજ સુધી નથી બન્યું

બિગબોસના ઘરમાં ક્યારે શું બનશે તેનો અંદાજ લગાવવો ખરેખર મુશ્કેલ છે. તાજેતરની જ વાત છે જ્યારે અનૂપ જલોટા અને જસલીન મથારૂના સંબંધો વણસ્યાં હતાં. હકીકતમાં બન્યું એવું હતું કે તાજેતરમાં જ થયેલા નોમિનેશન ટાસ્કના કારણે તેમના વચ્ચે એક તિરાડ આવી ગઇ છે. અનુપ જલોટાએ જસલીન સાથે પોતાની જોડી તોડી નાંખી છે. ભજન સમ્રાટના આ નિર્ણયથી જસલીન ખૂબ જ દુખી થઇ ગઇ છે. નોમિનેશન ટાસ્કમાં દિપિકાએ અનુપને કિડનેપ કર્યા છે. દિપિકાએ જસલીન સામે તે માંગ કરી કે તેણે પોતાના કપડા અને મેકઅપ નષ્ટ કરવાના રહેશે સાથે જ તેણે તેના વાળ પણ ટૂંકા કરવા પડશે. દિપિકાની આ ડિમાન્ડ પર જસલીન રડવા લાગે છે અને કુરબાની આપવાનો ઇનકાર કરે છે.

જસલીનના આ વલણના કારણે અનુપ ખૂબ જ દુખી થયાં હતાં અને તેમણે બીજા જ દિવસે તમામ સભ્યો સામે જસલીન સાથે પોતાની જોડી તોડવાની ઘોષણા કરી હતી. અનુપની આ વાત સાંભળીને સૌકોઇ દંગ રહી ગયાં હતાં. પરંતુ હજી પણ ટાસ્કમાં પોતાના માટે જસલીન દ્વારા કપડા અને મેકઅપની કુરબાની ન આપવા પર નારાજ છે. પરંતુ હવે બિગબોસ આ જોડીને રોમેન્ટિક ડેટ પર મોકલવાની તૈયારી કરી રહ્યાં છે.


આ વખતે બિગબોસના ઘરમાં અનેક વિચિત્ર જોડીઓ આવી છે, તેમાં સૌથી અનોખી જોડી છે 65 વર્ષીય અનુપ જલોટા અને 28 વર્ષીય જસલીન મથારુની. આજના એપિસોડમાં અનુપ પોતાની ગર્લફ્રેન્ડ જસલીનની સાથે બિગબોસના ઘરમાં જ એક રોમેન્ટિક ડેટ સેલિબ્રેટ કરતા નજર આવશે. આ ડેટ પર પ્રેમભરી વાતો કરવાની સાથે અનુપ અને જસલીન રોમેન્ટિક ડાન્સ કરતા પણ નજરે આવશે. બે દિવસ પહેલા જ જસલીનથી નારાજ થયેલા અનુપ આજે પોતાનો ઘૂંટણ પર બેસીને તેને ગુલાબનું ફૂલ આપશે અને I Love You પણ કહેશે. આજના એપિસોડમાં અનોખો નજારો જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે બિગબૉસ-12માં  એન્ટ્રી કરતાં જ અનૂપ જલોટા અને જસલીન મથારૂની જોડી ચર્ચામાં આવી ગઇ હતી. પોતાનાથી 37 વર્ષ નાની યુવતી સાથે રિલેશનશીપનો ખુલાસો કરીને અનુપ જલોટાએ વિવાદ ઉભો કર્યો હતો.

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!