GSTV
Home » News » અનુપ જલોટાના બદલાયા સૂર, જસલીનના નહી આ પોર્નસ્ટારના છે ચાહક

અનુપ જલોટાના બદલાયા સૂર, જસલીનના નહી આ પોર્નસ્ટારના છે ચાહક

બિગબોસના સૌથી સિનિયર કન્ટેસ્ટન્ટ અનુપ જલોટા ઘરમાં પોતાની ગાયકીથી દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. તેઓ આ શૉમાં પોતાની શિષ્ય તથા ગર્લફ્રેન્ડ જસલીન મથારૂ સાથે આવ્યાં છે. જસલીન-અનુપે 3 વર્ષથી રિલેશનશીપમાં હોવાની વાતનો ખુલાસો કરીને સૌકોઇને આશ્વર્યમાં મુકી દીધાં હતાં. શૉમાં અનુપ રિયાઝ કરતાં જોવા મળે છે. બિગબૉસે ટ્વિટર હેન્ડલ પર એક પ્રોમો રિલિઝ કર્યો છે. જેમાં તે મહારાજા બન્યાં છે અને સની લિયોનીનું ફેમસ સૉન્ગ બેબી ડૉલ ગાતા જોવા મળી રહ્યાં છે.

અનુપ જલોટા બેબી ડૉલ સૉન્ગને થોડા ક્લાસિકલ અંદાજમાં ગાઇ રહ્યાં છે. તેવામાં કૃતિ, રોશમી, દિપિકા મહારાજા અનુપનું મનોરંજન કરવા માટે ડાન્સનો જલવો દેખાડી રહી છે.

પ્રોમો જોઇને લાગી રહ્યું છે કે ગુરુવારે એપિસોડમાં દર્શકોને એન્ટરટેઇનમેન્ટનો ભરપૂર ડૉઝ મળવાનો છે. લોકોને આ મ્યુઝિકલ મસ્તી પસંદ આવશે. અનુપ અને તેની પાર્ટનર જસલીન આ અઠવાડિયે નૉમિનેશનમાં સુરક્ષિત થઇ ગયાં છે.

 હાલમાં બિગબોસના તમામ ફેનની નજર માત્ર અનુપ જલોટા અને જસલીન પર જ મંડાઈ છે. તમામને જસલીન અને અનુપ જલોટાની પ્રેમલીલામાં જ રસ છે. બિગબોસની 12મી સિઝનના પ્રથમ અેપિસોડથી લોકોઅે સોશિયલ મિડિયા પર અનુપ જલોટા અને જસલિનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. અા દરમિયાન જસલીને અનુપ જલોટા સાથે બેડ શેર કરવા બાબતે મોટો ખુલાસો કર્યો છે.

દેશના પ્રખ્યાત સિંગર અનુપ જલોટા પોતાનાથી 37 વર્ષ નાની જસલીન સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં જોડાયેલા છે. અા બાબતે બિગ બોસના પ્રીમિયરમાં ખુલાસો થયો તો સલમાન સાથે હાજર તમામ લોકો ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયાને તો તગડો ઝટકો લાગતાં રાતભર લોકોઅે અા બાબતે અનુપ જલોટાને ટ્રોલ કરે રાખ્યા અને અનુપ સામે બિભત્સ કોમેન્ટો પણ કરી દીધી.

Related posts

ભારતીય દિવ્યાંગ તરવૈયાનો કમાલ, 11:34 કલાકમાં કેટલિના ચેનલને પાર કરીને રચ્યો ઈતિહાસ

Path Shah

પાકિસ્તાનની ફરી કિરકિરી, આરોપો પર ટ્વિટરે આપ્યો જડબાંતોડ જવાબ

Kaushik Bavishi

રાજકોટમાં આ વાયરસે મચાવ્યો કાળો કેર, અનેક બાળકો બન્યા બિમારીનો ભોગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!