GSTV

ડાયરેક્ટર અનુભવ સિંહાએ નેપોટિઝમ અંગે આપ્યું ચોંકાવનારું નિવેદન, મૂવી માફિયા પર કહી આ વાત

ફિલ્મ નિર્માતા અનુભવ સિંહાનું માનવું છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન બાદ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમના મુદ્દાને વધારે પડતો ચગાવવામાં આવી રહ્યો છે. સિંહાએ કહ્યું કે, ‘નેપોટિઝમ પર ચર્ચા જરૂર કરતા વધારે થઇ રહી છે. તે બધે ચર્ચામાં છે અને હું આ વાત પહેલા દિવસથી જ કહી રહ્યો છું. આ મુદ્દે જરા વધારે પડતી જ વાત થઈ રહી છે.’

કલાકારો વિશે વધુ કાળજી લેવાની જરૂર

અનુભવ સિંહાએ ફેવરિટીઝમના મુદ્દા પર વાત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે, તાજેતરમાં ઉત્પન્ન થયેલા શબ્દો ‘મૂવી માફિયા’ અંગે ખૂબ જાણતા નથી. ફિલ્મ ‘થપ્પડ’ના નિર્દેશક આગળ કહે છે, ‘જો હું માફિયાઓની વાત કરું તો ઇન્ડસ્ટ્રીના સંદર્ભમાં મેં આ શબ્દ બહુ સાંભળ્યો નથી. હા, ફેવરિટીઝમ અને ગુંડાગીરી આ ઇન્ડસ્ટ્રીમાં હાજર છે અને તે બધે થાય છે, પરંતુ આપણે આપણા સાથી કલાકારો વિશે વધુ કાળજી લેવાની જરૂર છે. આપણે એકબીજાની કાળજી લેવી પડશે અને મૈત્રીપૂર્ણ રીતે કામ કરવું પડશે.

કંગના રનૌતનું સતત ટ્વિટ

સુશાંતસિંહ રાજપૂતનાં અવસાન બાદ અભિનેત્રી કંગના રનૌત સતત ટ્વિટ કરીને પોતાનો મુદ્દો કહી રહી છે. પરિવારવાદ અને જૂથવાદ જેવા મુદ્દા થોભવાનું નામ જ નથી લઈ રહ્યા. કંગના રનૌતે ‘મૂવી માફિયા’ વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે.

READ ALSO

Related posts

ડ્રગ્સ કેસ: રિયા અને શોવિકની મુશ્કેલીઓ વધી, આ કારણે બોમ્બે હાઇ કોર્ટમાં સુનાવણી ટળી

Bansari

કેવી હશે ગ્રેટર નોઈડામાં બનનારી ફિલ્મ સીટી, યોગી આદિત્યનાથની આશા થશે ફળીભૂત

Mansi Patel

શું આ રીતે ભણશે ગુજરાત ! શહેરી વિસ્તારોમાં આટલી શાળાઓ કરવી પડી છે બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!