સેક્સુઅલ હેરેસમેન્ટના આરોપ બાદ વધી અનુ મલિકની મુશ્કેલીઓ, શૉમાંથી થઇ હકાલપટ્ટી

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં મી ટૂ કેમ્પેઇન હેઠળ ઘણી હસ્તિઓના નામ સામે આવ્યાં હતા. આ મૂવમેન્ટ હેઠળ ઘણી અભિનેત્રીઓએ પોતાના અનુભવ શેર કર્યાં છે. સૌકોઇ આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે. મહિલાઓ ઉપરાંત પુરુષો પણ ખુલીને સામે આવી રહ્યાં છે.

તેવામાં જાણીતી ગાયિકા શ્વેતા પંડિતે અનુ મલિક ગંભીર આરોપ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે અનુ મલિક પર આ પહેલા ગાયિકા સોના મહાપાત્રા પણ આરોપ લગાવી ચૂકી છે. પોતાની સાથે ઘટેલી ઘટનાને જગજાહેર કરતાં આ બંને ગાયિકાઓએ અનુ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તે પછી ઘણાં લોકોએ અનુ પર આરોપ લગાવ્યાં. તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે આ ગંભીર આરોપોના કારણે અનુ મલિકની શૉ ઇન્ડિયન આઇડલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. અનુને કહેવામાં આવ્યું છે કે હવે તે આ શૉને જજ ન કરે.

રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે જ્યારથી અનુ પર આરોપ મુકવામાં આવ્યં છે ત્યારથી ચેનલ આ મામલે ગંભીર હતી અને હવે ચેનલે અનુને જજ તરીકે હટાવવાનો નિર્ણય લીધો છે.

 શ્વેતા પંડિતે સોના મહાપાત્રાને અનુ મલિક વિરુદ્ધ બોલવા માટે થેન્ક્સ પણ કહ્યું. તેને કહ્યુ કે તે જ્યારે ફક્ત 15 વર્ષની હતી. તે સમયે અનુ મલિકે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તેનું શોષણ કર્યું હતું. શ્વેતા પંડિતે અનુ મલિક વિરુદ્ધ તેના ટ્વિટર એકાઉન્ટ પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

શ્વેતાએ લખ્યું છે કે આ વર્ષ 2001ની વાત છે. જ્યારે હું ફિલ્મ મોહબત્તેમાં લીડ સિંગર લોન્ચ થઇ હતી. તે સમયે અનુ મલિકના તે સમયના મેનેજર મુસ્તફાએ ફોન કર્યો હતો. મને અંધેરીના એમ્પાયર સ્ટૂડિયોમાં બોલવવામાં આવ્યો. મને એક નાના કેબિનમાં બેસવા માટે કહેવામાં આવ્યું. અંહી કહેવામાં આવ્યું તે તેને હર દિલ જો પ્યાર કરેગાના ટાઇટલ સોન્ગ ગાવા માટે બોલાવી હતી. અંહી અનુ મલિકે કહ્યું કે, હુ તને શાન અને સુનિધિ ચૌહાણ સાથે ગીત ગાવાની તર આપીશ પરંતુ તે પહેલા તારે મને કિસ આપવી પડશે.

શ્વેકા પંડિત લખ્યું છે કે આ મારી ખરાબ યાદમાંથી એક છે. આ અંગે આજે એટલા માટે લખી રહી છું કે કારણકે આજે નહીં તો ક્યારેય નહીં. આ મારુ મી ટૂ છે. હુ દરેક નવી યુવતીઓને અનુક મલિક અંગે ચેતવવા માંગુ છું. આ માટે હુ સોના મહાપાત્રાને પણ થેન્કસ કહેવા માંગુ છે. જેને આ દરેક અંગે વિરોધ કર્યો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter