પીઢ અભિનેતા અનુ કપૂરને ફ્રાન્સની ટૂરમાં બહુ માઠો અનુભવ થયો છે. તેમની કિંમતની ચીજોની ચોરી થઈ ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો આઘાતજનક અનુભવ શેર કર્યો હતો. અનુ કપૂરે એક વીડિયો પોસ્ટ કરતાં જણાવ્યું હતુ કે હું આજકાલ યુરોપની ટૂર પર છું. દુઃખની વાત એ છે કે મારાં કિમતી ગેજેટસ અને રોકડ તથા મારી બેગની ફ્રાન્સમાં ચોરી થઈ ગઈ છે. અભિનેતાના જણાવ્યા અનુસાર તેઓ ત્યાં ટ્રનમાં પ્રવાસ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની બેગ ચોરાઈ ગઈ હતી. તેમાં ફ્રેંક અને યુરો બંને ચલણની બહુ બધી નોટો હતો. આ ઉપરાંત તેમાં આઈપેડ, ડાયરી, ક્રેડિટ કાર્ડ સહિતની કેટલીય કિંમતી ચીજવસ્તુઓ હતી. બધું મેં ગુમાવી દીધું છે.

અનુ કપૂરે ફ્રાન્સ આવતા ચાહકોને અપીલ કરી છે કે અહીં ફરતી વખતે ધ્યાન રાખજો. આ એક નંબર ના ખિસ્સાકાતરુઓ, દગાબાજો અને તસ્કરોનો દેશ છે. નસીબજોગે અનુ કપૂર પાસે પોતાનો પાસપોર્ટ અલગ જગ્યાએ હતો તે બચી ગયો છે. નહીંતર તેમણે વધારે તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ હતો.
I am on a tour to Europe , sadly my bag with my gadgets and valubles has been stolen in france .@PoliceNationale @indiainfrance @IndiaembFrance @EspagneenFrance @frenchpolicia pic.twitter.com/jmicaHKMQa
— ANNU KAPOOR (@annukapoor_) June 18, 2022
તેમણે આ ચોરી માટે ફ્રાન્સ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ પણ નોંધાવવાના હોવાનું જણાવ્યું હતું.
કેટલાય ચાહકોએ તેમના માટે સાંત્વન વ્યક્ત કર્યું છે. કેટલાક ચાહકોએ પોતાના પેરિસના પ્રવાસના અનુભવો શેર કરતાં કહ્યું છે કે વાસ્તવમાં પેરિસ તસ્કરો માટે બહુ કુખ્યાત બની ગયું છે.
READ ALSO
- નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ
- મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ
- સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર
- મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ, દુનિયા બદમાશ હો ગઈ’
- વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ