GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

‘તને ફક્ત મારી સાથે ઇન્ટીમેટ સીન કરવામાં વાંધો છે’ પ્રિયંકા ચોપરા પર ભડક્યો આ એક્ટર

80-90ના દશકમાં સિનેમાથી લઇને ટીવી સુધી એક નામ છવાયેલું હતું અને તે છે અનુ કપૂર… મિસ્ટર ઇન્ડિયાના પરેશાન એડિટરથી લઇને તેજાબના દારૂડિયા જેવા અનેક કિરદાર લોકોને ખૂબ પસંદ આવ્યાં હતા. અમિતાભ બચ્ચનની ફિલ્મ હમમાં તેમણે વિલેનનો રોલ કર્યો જેને દર્શકોએ ખૂબ વખાણ્યો.

90ના દશકની શરૂઆતમાં જ્યારે કેબલ ટીવી ઘરે-ઘરે પહોંચ્યું ત્યારે અંતાક્ષરી નામના રિયાલીટી શૉએ અનુ કપૂરને ઘરે-ઘરે પહોંચાડ્યા. 63 વર્ષના અનુ કપૂરે સિનેમાના લગભગ તમામ મોટા કલાકારો સાથે કામ કર્યુ છે.

તેમના ફિલ્મી કરિયરમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે તે પ્રિયંકા ચોપરા પર ભડકી ઉઠ્યાં. હકીકતમાં બન્યું એવું હતું કે વિશાલ ભારદ્વાજની ફિલ્મ સાત ખૂન માફમાં તેઓ પ્રિયંકા ચોપરાની ઓપોઝિટ હતા. ફિલ્મની ડિમાન્ડ હતી કે પ્રિયંકા અને અનુ વચ્ચે ઇન્ટીમેટ સીન ફિલ્માવવામાં આવે. અનુ કપૂર તૈયાર હતાં પરંતુ પ્રિયંકાએ આ સીન કરવાથી ઇનકાર કરી દીધો. પ્રિયંકાનું કહેવું હતું કે અનુ કપૂર તેના પિતાના મિત્ર છે અને તેઓ ઉંમરમાં ઘણાં મોટા છે તેથી હું તેની સાથે આ સીન કરવામાં સહજતા નહી અનુભવી શકું.

જ્યારે આ વાત અનુ કપૂરના કાને પડી તો તેઓ ભડકી ઉઠ્યા. તેમણે કહ્યું કે, પ્રિયંકાને ઇન્ટીમેટ સીન કરવામાં વાંધો નથી તેને ફક્ત મારી સાથે ઇન્ટીમેટ સીન કરવામાં વાંધો છે. કારણ કે હું દેખાવમાં હીરો જેવો સુંદર નથી તેથી પ્રિયંકાએ ઇનકાર કર્યો.

અનુ કપૂરની આ વાતની જાણ જ્યારે પ્રિયંકાને થઇ ત્યારે તે પ્રતિક્રિયા આપ્યા વિના રહી ન શકી. તેણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, અનુજી ઘણાં મોટા છે અને આ પ્રકારની વાતો તેમને શોભા નથી આપતી. તેઓ સારી રીતે જાણે છે કે આવું કંઇ નથી છતાં તેમણે આવી વાત કહી દીધી.

Read Also

Related posts

અમદાવાદમાં તંત્રની આ બેદરકારીને કારણે કોરોનાના કેસોમાં વધારો થાય તો નવાઇ નહીં

Nilesh Jethva

હેમા માલિની અને રૂપા ગાંગુલી નિતીશ ભારદ્વાજને આ અવતારમાં ઓળખી જ શક્યા નહીં

Mansi Patel

પીટરસને કોહલીને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, મળ્યો એવો જવાબ કે બોલતી બંધ થઈ ગઈ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!