GSTV

જાણવા જેવુ/ કીડીઓ પર માનવીની જેમ કરે છે ખેતી, જાણો શેનો ઉગાડે છે પાક અને કેવી રીતે કરે છે સિંચાઇ

કીડીઓ

આ પૃથ્વી પર સૌથી નાનો જીવ છે કીડી. તમે પણ કીડી વિશે ઘણી વાતો સાંભળી હશે કે કીડી ઘણી મહેનતુ હોય છે. કીડી પોતાના વજન કરતાં અનેકગણુ વજન ઉઠાવી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે કીડી માનવીની જેમ જ ખેતી પણ કરે છે. આ સાંભળવામાં ભલે વિચિત્ર લાગી રહ્યું હોય પરંતુ આ હકીકત છે કે કીડી પણ માનવીની જેમ ખેતી કરે છે. આ ખેતીમાં પાક રોપવાથી લઇને સિંચાઇ કરવી, હવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી સામેલ છે.

તમે પણ કીડીની ખેતીની સ્ટોરી સાંભળીને દંગ રહી જશો. ખાસ વાત એ છે કે કીડી કેટલાંક વર્ષો પહેલાથી જ નહીં પરંતુ માનવીઓ કરતાં પહેલાથી જ ખેતી કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કીડીઓ 5 કરોડથી વધુ વર્ષ પહેલાથી આ કામ કરી રહી છે. આ ખાસ પ્રકારની કીડીઓ હોય છે જે પોતાના બિલોમાં ખેતી કરે છે. તે આ ખેતી માટે ઘણી મહેનત કરે છે અને વૈજ્ઞાનિકની જેમ જ પોતાનો પાક ઉભો કરે છે. તેવામાં તમને જણાવીએ કે આખરે આ કીડીઓ કેવી રીતે ફાર્મિંગ કરે છે અને કઇ વસ્તુની તે ખેતી કરે છે.

કીડીઓ

કઇ વસ્તુની ખેતી કરે છે કીડીઓ

આ કીડીઓને લીફ કટર કહેવામાં આવે છે, જે ઝાડના પાન કાપે છે. આ કીડીઓના પાન કારવાની સ્પીડ ઝડપી હોય છે અને કહેવામાં આવે છે કે તે એક દિવસમાં આખુ ઝાડ સાફ કરી શકે છે. આ પાન કાપ્યા બાદ તે પોતે આ પાનને પોતાના દરમાં લઇ જાય છે. જણાવી દઇએ કે આ કીડીઓ પોતાના ખાવા માટે નહીં પરંતુ ખેતી માટે આ પાનનો ઉપયોગ કરે છે. એક પાનનું વજન તેના વજન કરતાં અનેકગણુ વધુ હોય છે.

તેના દર પણ ઘણાં અલગ હોય છે. જે અનેક મીટરમાં ફેલાયેલા હોય છે. એક પ્રકારે તેના દરમાં હજારો રૂમ હોય છે અને .5 સ્ક્વેર કિલોમીટર સુધી પોતાના દરને જમીનની નીચે ફેલાવી લે છે. આ કીડીઓ પોતાના દરમાં ફૂગની ખેતી કરે છે અને આ પાનનો ઉપયોગ ફર્ટિલાઇઝર તરીકે કરવામાં આવે છે.

કીડીઓ

કેવી રીતે કરે છે ખેતી

ફૂગની ખેતી માટે પહેલા કીડીઓ દરમાં પાન લઇને આવે છે. તે બાદ ફૂગના જીવાણુઓથી રક્ષા પણ કરે છે અને આ ફૂગની આસપાસ કચરા અથવા બેકાર તત્વોને હટાવે છે. આ ઉપરાંત કીડીઓ, ફૂગ માટે જરૂરી ભેજની વ્યવસ્થા પણ કરે છે. જો કોઇ સ્થાન પર ભેજની કમી હોય તો તે સ્થાન પર બહારથી પાણી લાવીને ભેજનું સ્તર વધારે છે અને જો ભેજ વધુ હોય તો તેને પણ મેનેજ કરે છે. આ ઉપરાંત ફૂગ વધુ માત્રામાં કાર્બન ડાય ઑક્સાઇડ છોડે છે તો તે તેના વેંટિલેશનની પણ પૂરતી વ્યવસ્થા કરે છે.

કીડીઓ ઘણી સેંસિટિવ હોય છે તો તે ફૂગની જરૂરિયાતને પણ સમજે છે અને તે પ્રમાણે તેમના માટે વ્યવસ્થા કરે છે. તેમાં અલગ કીડીઓનો અલગ અલગ વર્ગ હોય છે, જે દરેક ગ્રુપનું અલગ અલગ કામ નક્કી હોય છે. તેમાં મોટી કીડીઓ એક સૈનિકની જેમ કામ કરે છે અને વજન ઉઠાવે છે. તે દરની રક્ષા કરે છે અને રસ્તો બનાવે છે. સાથે જ નાની કીડીઓ, જેમને મેડી કહેવામાં આવે છે તે પાન કાપવાનું કામ કરે છે. સાથે જ બીજી બાજુ નાની કીડીઓ ઘરે કામ કરે છે અને ફૂગ ગાર્ડન માટે કામ કરે છે. તેમાં અનેક કીડીઓનું કામ કચરો સાફ કરવાનું હોય છે.

કીડીઓ શું કરે છે આ ખેતીનું?

સાથે જ ફૂગ કીડીઓ માટે એક ફૂડ સોર્સ હોય છે. કીડીઓના લાર્વા માટે તે કામ આવે છે. કીડીઓની ડઝનો પ્રજાતિઓ ફૂગની ખેતી કરે છે, જેને લાર્વાને ખવડાવવામાં આવે છે.

Read Also

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!