GSTV

રાફેલ મોદી સરકારને પડ્યા સસ્તા તો 126ને બદલે કેમ 36ની ખરીદી

દેશના પૂર્વ રક્ષા મંત્રી એ કે એન્ટનીએ રાફેલ ડીલ પર સવાલ ઉઠાવીને કહ્યુ છે કે જો મોદી સરકાર દાવો કરતી હોય કે યુપીએની ડીલ કરતા 9 ટકા સસ્તા ભાવે વિમાન પડ્યા છે તો પછી 36 જ વિમાન કેમ ખરીદ્યા. અગાઉ નક્કી થયા પ્રમાણે 126 વિમાનો કેમ નહી.

તેમણે કહ્યુ હતુ કે યુપીએની ડીલ કરતા વિમાન 20 ટકા સસ્તા હોવાનું નાણા મંત્રી કહે છે, ભારતીય વાયુસેનાના અધિકારી 40 ટકા સસ્તા હોવાનું અને કાયદા મંત્રી 9 ટકા સસ્તા હોવાનું કહે છે તો કોનો દાવો સાચો.

તેમણે કહ્યુ હતુ કે હાલની સરકાર કહી રહી છે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આ વિમાનોનુ નિર્માણ કરવા માટે સક્ષમ નથી પણ સાચુ તો એ છે કે આ માટે એક માત્ર સક્ષમ કંપની જ એચએએલ છે.જેણે અત્યાર સુધીમાં સુખોઈ સહિત 4660 વિમાનોનુ નિર્માણ કર્યુ છે.

એન્ટનીએ કહ્યુ હતુ કે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા પહેલા આ સમગ્ર મામલાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા કરવામાં આવે.યુપીએના સમયગાળામાં એચએએલ નફો કરતી હતી અને મોદી સરકારના શાસનમાં તેને 1000 કરોડની લોન લેવાનો વારો આવ્યો છે

Related posts

ધારી/ સુરેશ કોટડીયાના કાર્યાલયનું થયું ઉદ્ઘાટન, ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

pratik shah

વાંચી લેજો/ દર મહિને ઘર ખર્ચ માટે પૈસા ટ્રાન્સફર કરો છો તો પત્નીને આવી શકે છે ઇનકમ ટેક્સની નોટિસ, જાણો શેના પર ચુકવવો પડશે ટેક્સ

Bansari

ફરી પ્લાઝમા થેરાપી પર ઉઠયા સવાલ, સારવાર માટે છે બિનઅસરકારક: ICMR

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!