GSTV

જાણો વિશ્વની એક અજાયબ ઘડિયાળ વિશે, જે ચાલે છે ઉંધી રીતે

Last Updated on July 11, 2018 by

વિશ્વની તમામ ઘડિયાળ એક જ દિશામાં ચાલે છે. આપે પણ તમામ ઘડિયાળને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ચાલતા જોઇ છે. પરંતુ આજે અમે આપને એક એવા સંપ્રદાયને મળાવવા જઇ રહ્યા છીએ. જેઓએ ઘડીયાળના મિકેનિઝમને જ ફેરવી નાખીને ઉંધુ ઘડીયાળમાં જ જીવન જીવવાનું શરૂ કર્યુ છે. ત્યાં સુધી આ લોકો આજ ઘડીયાળને સાચી માને છે

હાથમાં ઘડીયાળ સાથે ઉભેલા આદિવાસીઓ. આ ઘડીયાળને પોતાની ઘડીયાળ ગણાવીને તેને આદિવાસી ઘડી એવું નામ આપી ચૂક્યા છે. આ ઘડીયાળને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે તેના આંકડાઓ તો ઉંધા છે જ સાથો સાથ તેમાં જે રીતે ઘડીયાળના કાંટા ચાલી રહ્યા છે તે પણ ઉંધી દિશામાં ચાલી રહ્યા છે.

આદિવાસી સમાજ આજે પણ પોતાની પરંપરાને ભૂલ્યા નથી. તેઓ પરંપરાગત રીતે તમામ કાર્યો જમણીથી ડાબી તરફ કરતાં આવ્યા છે. જેથી અહીંના આદિવાસીઓની ઘડિયાળો પણ જમણીથી ડાબી તરફ ફરે છે.

સમય જોવામાં માથુ ચકરાય જાય પરંતુ આદિવાસીઓને આ ઘડીયાળમાં જોવામાં કોઇ તકલીફ પડતી નથી. એને આ ઘડીયાળ ભલે ઉંધી ચાલે પણ સમય પ્રમાણે સાચો સમય જ બતાવે છે. બિરસા મુંડાના ફોટા વાળી આ ઘડિયાળ દુનિયાની અન્ય ઘડિયાળ કરતા અલગ જ છે.

બિરસા મુંડા આદિવાસી સમાજમાં આદરણીય મનાય છે જેથી આ ઘડિયાળમાં બિરસા મુંડાનો ફોટો રાખવામાં આવ્યો છે. આદીવાસી સમાજના લોકો પ્રકૃતિના પૂજક છે. તેમના મતે બ્રહ્માંડમાં સૂર્યની આસપાસ ફરતા પૃથ્વી સહિતના અન્ય ગ્રહો જમણાથી ડાબા તરફ ફરે છે. ફૂલ ઝાડની વેલ જમણાથી ડાબા તરફ વધે છે. પૃથ્વી પણ પોતાની ધરી પર જમણાથી ડાબી તરફ ફરે છે.

વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન પણ અણુની ચારો તરફ જમણાથી ડાબા તરફ ખેંચાય છે. આ તમામ માન્યતાને ધ્યાનમાં રાખી આદિવાસી સમાજમાં જમીન ખેડવા માટે જમણી તરફથી હળ ચલાવી ખેતી કરતા હોય છે. આવા તો અનેક કારણો અને તર્ક આદિવાસી સમાજના લોકો રજૂ કરી રહ્યા છે. ત્યારે આપ પણ જો ક્યારેય આદિવાસી વિસ્તારમાં જાવ તો ઉંધી ઘડિયાળ જુઓ તો નવાઇ પામતા નહીં.

 

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!