GSTV
Ahmedabad Botad ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર/ લઠ્ઠાકાંડ કેસમાં સમીર પટેલ સહિતના આરોપીઓની મુશ્કેલીઓ વધી, કોર્ટે આગોતરા જામીન કર્યા નામંજૂર

સમીર

બરવાળા-ધંધુકા પંથકમાં સર્જાયેલા કેમિકલ કાંડમાં 50થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. આ લઠ્ઠાકાંડમાં કેમિકલ કંપનીના એમોસના મેનેજિંગ ડિરેક્ટર સમીર નલીનભાઇ પટેલ અને પંકજભાઈ કાંતિલાલ પટેલ ચંદુભાઈ કીરભાઈ પટેલ, રજીત મહેશભાઈ ચોકસી અને રાજેન્દ્ર કુમાર દસાડિયાએ બોટાદ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. બોટાદ સેસન્સ કોર્ટમાં આ આગોતરા જામીન અરજી ૫૨ આજે ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે લઠ્ઠાકાંડ કેસના આરોપીઓને મોટો ઝટકો આપતા તેમના આગોતરા જામીન નામંજૂર કર્યા છે.

જણાવી દઇએ કે એમોસના મેનેજિંગ ડિરેક્ટર સમીર નલીનભાઇ પટેલ અને પંકજભાઈ કાંતિલાલ પટેલ, ચંદુભાઈ કીરભાઈ પટેલ, રજીત મહેશભાઈ ચોક્સી અને રાજેન્દ્ર કુમાર દસાડિયાને બરવાળા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે હાજર રહેવા સમન્સ પાઠવ્યુ હતું, પરંતુ તેઓ પોલીસ સમક્ષ હાજર રહેવાને બદલે ભુગર્ભમાં ચાલ્યા ગયા હતા. ધરપકડના ડરથી ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જે આગોતરા જામીન અરજી હાઇકોર્ટે નકારતા તેમને સેશન્સ કોર્ટમાં આવવું પડ્યું હતુ. આથી પંકજભાઈ કાંતિલાલ પટેલ, ચંદુભાઈ ઠ્ઠીરભાઈ પટેલ,રાજેન્દ્ર કુમાર દસાડિયા,સમીર નલીનભાઇ પટેલ અને ૨જીત મહેશભાઈ ચોક્સી દ્વારા બોટાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી દાખલ કરી હતી.

સમીર

શું છે સમગ્ર મામલો

સમીર પટેલની એમોસ (AMOS) કંપનીમાંથી આ કેમિકલ જયેશ નામના આરોપીએ ચોરી કરીને બુટલેગરોને આપ્યો હતો. આ કેમિકલ પીવાથી લોકોનાં મોત થયા છે. સમગ્ર મામલે બે આઇપીએસની બદલી પણ કરવામાં આવી છે અને પીએસઆઇ તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

સમીર પટેલ અમોસ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર

ઉલ્લેખનીય છે કે સમીર પટેલ અમોસ એન્ટરપ્રાઇઝ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ મામલે કેમિકલ ચોરી કરનાર જયેશે કોર્ટ સમક્ષ પણ ચોરીની વાત કબૂલી લીધી છે. આરોપી જયેશ પટેલે અમોસ કંપનીમાં નોકરી દરમિયાન ટુકડે ટુકડે 600 લિટર મિથેનોલ ચોરી લીધું હતું. આ કેમિકલ તેણે બુટલેગરોને વેચી દીધું હતું.

Read Also

Related posts

ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોચેલા ખેડૂતોની પોલીસે અટક કરી, સરકારે નિર્ણય નહીં બદલતા હવે ઉગ્ર આંદોલનના પણ એંધાણ

pratikshah

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah

૧ કરોડથી વધુ અને ૫૦ કરોડથી ઓછું રોકાણકારોને ગેરલાભ, MSME પોલીસીની જાહેરાતથી ઉદ્યોગો કેપિટલ સબસિડીથી રહેશે વંચિત

pratikshah
GSTV