હાર્દિક પટેલે કોંગ્રેસ નેતાગીરી સામે અસંતોષ વ્યક્ત કરતા મોવડી મંડળે આ બાબતે તેમને ટકોર કર્યા બાદ હાર્દિક પટેલ બળવાના મૂડમાં હોય તેમ ફરી આજે પાર્ટીમાં કામ કરનારાને કામ કરવા દેવાતું નથી, પાર્ટીના હિતમાં કહેલી વાત માનવામાં ન આવે ત્યારે રાજકીય નિર્ણયો લેવાતા હોય છે તેમ જણાવીને પક્ષપલ્ટાના નિર્દેશ પણ આપ્યા હતા અને ભાજપની પરોક્ષ રીતે પ્રશંસા કરી હતી. તો બીજી તરફ ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય અને પાસ આંદોલનના અગ્રણી લલિત વસોયાએ પણ આજે ભાજપની કામગીરીની પ્રશંસા કરી હતી. કોંગી નેતાઓના બદલાયેલા સૂરથી નજીકના ભવિષ્યમાં પક્ષપલ્ટાના અણસાર મળ્યા છે.

હાર્દિક પટેલે કોંગ્રેસ નેતાગીરીની આલોચના કરવા સાથે ભાજપમાં જોડાવા મુદ્દે મગનું નામ મરી પાડયું નથી, ભાજપમાં નહીં જ જોડાય તેમ પણ નથી કહ્યું અને જોડાવાનો વિચાર છે તેમ પણ નથી કહ્યું ત્યારે પાર્ટીમાં તેઓ ધાર્યા સુધારા કરાવવા ઈચ્છે છે કે આવનારા સમયમાં પક્ષ પલ્ટો કરશે તે મુદ્દે રાજકીય નિરીક્ષકોમાં ચર્ચા જાગી છે. બીજી તરફ ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ બે વર્ષથી સરકાર દ્વારા ગરીબોને વિનામૂલ્યે અનાજ અપાયું તથા આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી થાય છે તેમ કહીને સરકારનો આભાર માનતા તેઓ પણ ભાજપમાં જઈ રહ્યાની ચર્ચા વહેતી થઈ છે.

સી.આર.પાટિલે નર્મદા જિલ્લામાં હાર્દિક પટેલ અંગે એવું નિવેદન આપ્યું છે કે ભાજપની વિચારધારાથી અનેક કોંગ્રેસના નેતાઓ પ્રભાવિત છે પરંતુ, હાર્દિકભાઈએ જાહેરમાં બોલવાની હિંમત કરી છે અને અન્ય બોલતા નથી. આજે સૌરાષ્ટ્રમાં નરેશ પટેલ, પાસના અન્ય નેતાઓ સાથે કોંગ્રેસમાં જોડાય તેવી વાત પણ વહેતી થઈ છે. તો અમરેલીના પાટીદાર નેતા અને ઈફકોના ચેરમેન દિલિપ સંઘાણીએ શબ્દો ચોરતા કહ્યું કે કોઈ પણ એક નેતા પાસે પાટીદારના તમામ મતો ક્યારેય હોતા નથી, હાર્દિક ભાજપમાં આવે કે ન આવે તે પક્ષ જાણે પણ ભાજપમાં આવે કે ન આવે તો પણ પક્ષ જીતે તેવી તૈયારીઓ કરી લેવાઈ છે.
READ ALSO
- બરાબરીની ટક્કર: બૉલીવુડમાં આવતા જ નેપોટિઝ્મ પર બોલ્યા નાગા ચૈતન્ય, કરી આવી વાત
- મોટા સમાચાર/ આ દેશમાં 26/11 જેવો હુમલો : 13 કલાકથી આતંકીઓના કબજામાં હોટલ, મોટા બિઝનેસમેન સહિત 15ના મોત
- ICICI બેંકના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકે ફરીવાર વ્યાજ દરમાં વધારો કર્યો, હવે FD સ્કીમ પર મળશે વધુ વળતર
- SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ
- Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી