GSTV

પહેલા સ્વીડન અને હવે નોર્વેમાં ઇસ્લામ વિરોધી પ્રદર્શન બન્યું હિંસક, અનેકની થઇ ધરપકડ

Last Updated on August 30, 2020 by pratik shah

સ્વીડનમાં ઈસ્લામ વિરોધી હિંસક પ્રદર્શનો બાદ હવે આની અસર પાડોસી દેશ નોર્વે સુધી ફેલાઈ ગઈ છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં શનિવારે ઈસ્લામ વિરોધી અને ઈસ્લામ સમર્થકો વચ્ચે હિંસક પ્રદર્શન થયા છે. પ્રદર્શનકારીઓએ મુસ્લિમોના પવિત્ર પુસ્તક કુરાનની પ્રતને ફાડી દીધી. આ પ્રદર્શનનોનું આયોજન નોર્વેના ધુર દક્ષિણપંથી સંગઠન સ્ટૉર ઈસ્લામાઈઝેશન ઑફ નોર્વેએ કર્યુ હતુ.

ઇસ્લામી વિચારધારાના વિરોધમાં સંસદ સામે કર્યું પ્રદર્શન

આ પ્રદર્શનકારી નોર્વેની રાજધાની ઓસ્લોમાં સંસદની બિલ્ડીંગ બહાર એકત્ર થયા અને ઈસ્લામી વિચારધારા વિરૂદ્ધ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. આ પ્રદર્શન લગભગ બે કલાક સુધી ચાલ્યુ. સ્ટૉપ ઈસ્લામાઈઝેશન ઑફ નોર્વેના નેતા લાર્સ થોર્સે ઈસ્લામ વિરોધી કેટલાક નિવેદન આપ્યા. આ દરમિયાન સંસ્થાના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા.

કુરાન સળગાવતા હિંસક બન્યું પ્રદર્શન

સ્ટૉપ ઈસ્લામાઈઝેશન ઑફ નોર્વેના વિરોધ પ્રદર્શનને જોતા તેના વિરોધી પણ ત્યાં જમા થઈ ગયા પરંતુ પોલીસે તત્કાલ એક્શન લેતા તેમને રોકી દીધા. આનાથી બંને જૂથ એક-બીજાથી ઘણા દૂર રહ્યા. આ દરમિયાન સ્ટૉપ ઈસ્લામાઈઝેશન ઑફ નોર્વેના એક સભ્યએ કુરાન નીકાળી અને તેની પ્રત ફાડી દીધી. બીજી તરફ હાજર ઈસ્લામ સમર્થકોએ જોઈ લીધુ અને વિરોધ પ્રદર્શન આક્રમક થઈ ગયુ.

હિંસક પ્રદર્શનમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

જે બાદ ઈસ્લામ સમર્થકોએ પોલીસના બેરિકેડિંગને તોડી દીધા અને સ્ટૉપ ઈસ્લામાઈઝેશન ઑફ નોર્વેના સમર્થકો સામે લડ્યા. મારામારી થઈ. જોકે બાદમાં પોલીસે જોરદાર કાર્યવાહી કરતા પ્રદર્શનકારીઓને શબક શીખવાડ્યો. આ સંઘર્ષમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ ગઈ છે. પોલીસે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરી છે.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Related posts

વાર્યા નહીં, હાર્યા વળ્યા/ રસી નહીં લીધી હોય તે જે વેપારીની દુકાન પોલીસ બંધ નહીં કરાવે, ચેકિંગ પણ નહીં: મળી આ છૂટ

Bansari

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana

ખેલાડીઓને બખ્ખાં: ટી 20 સીરિઝમાં ભારતને હરાવવાનું ઈનામ મળ્યું, આ દેશ દરેક ખેલાડીને રોકડા રૂપિયા આપી કરશે માલામાલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!