GSTV

UPમાં CAAને લઈને થયેલી હિંસા અંગે EDનો દાવો, PFIએ 73 ખાતાઓમાં કર્યુ 120 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન

તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય ભાગોમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ(સીએએ) વિરુદ્ધ થયેલા હિંસક દેખાવોનો કેરળ સ્થિત વિવાદાસ્પદ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા(પીએફઆઇ) સાથે નાણાકીય સંબધ હતો તેમ ઇડીએ દાવો કર્યો છે. જો કે સંગઠને ઇડીના દાવાને પાયાવિહોણો ગણાવી ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) ૨૦૧૮થી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ પીએફઆઇની તપાસ કરી રહી છે.

ઇડીએ જણાવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે ૪ ડિસેમ્બરથી ૬ જાન્યુઆરી સુધીમાં દેશના વિવિધ ભાગોમાંથી સંગઠનના બેંક ખાતાઓમાં કુલ ૧.૦૪ કરોડ રૃપિયા જમા કરાવવામાં આવ્યા હતાં.સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડી પીએફઆઇના ૭૩ બેંક ખાતાઓમાં જમા કરવામાં આવેલા ૧૨૦ કરોડ રૃપિયાની તપાસ કરી રહ્યું છે. બીજી તરફ પીએફઆઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે સંપૂર્ણપણે કાયદાનું પાલન કર્યુ છે.

સીએએ દેખાવો અગાઉ  પોપ્યુલર ફ્રન્ટના ખાતામાં ૧૨૦ કરોડ ટ્રાન્સફર થયા હોવાના આરોપો તદ્દન પાયાવિહોણા છે.જે લોકોએ આરોપો મૂક્યા છે તેમણે આરોપો પુરવાર કરવા જોઇએ.બીજી તરફ ઇડી સાથે સંકળાયેલા સૂત્રોએ દાવો કર્યો છે કે,આ રકમ રોકડા આૃથવા તો ઇમિજિએટ પેમેન્ટ સર્વિસ(આઇએમપીએસ) દ્વારા જમા કરાવવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશમાં જ્યાં સૌથી વધુ હિંસક દેખાવો થયા હતાં ત્યાં રકમ જમા કરાવવાની વધુ ઘટનાઓ સામે આવી છે.ઇડીને શંકા છે કે ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય રાજ્યોમાં સીએએ વિરોધી દેખાવોને વધુ તીવ્ર બનાવવા આ રકમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેખાવો દરમિયાન એક જ ખાતમાંથી ૮૦ થી ૯૦ વખત નાણા ઉપાડવામાં આવ્યા હોવાના પણ પુરાવા મળ્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસે પીએફઆઇ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.

READ ALSO

Related posts

આનંદો! આ સરકારી યોજનામાં ખેડૂતોને દર વર્ષે મળશે 10,000 રૂપિયા, આ રીતે મેળવો લાભ

Bansari

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને કોરોના બાદ થયો ડેંગ્યુ, મૈક્સ હોસ્પિટલમાં કરાયા શિફ્ટ

Pravin Makwana

SBIએ પોતાના કરોડો ગ્રાહકોને કર્યા છે એલર્ટ, ધ્યાન નહીં આપો તો આવશે પસ્તાવવાનો વારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!