GSTV
Home » News » સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ સર્જરી, કિશોરીનું 5 ડોક્ટરોની ટીમે 8 કલાકનું કર્યું ઓપરેશન

સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ સર્જરી, કિશોરીનું 5 ડોક્ટરોની ટીમે 8 કલાકનું કર્યું ઓપરેશન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ સર્જરી કરવામાં આવી હતી.12 વર્ષની કિશોરીના પેટમાં હાડકા વચ્ચે 10 ઈંચની જગ્યા હતી, જેને ઓપરેશન કરી 1 ઈંચ કરવામાં આવી હતી.સિવિલના 5 ડોક્ટરોની ટીમે 8 કલાકના જટિલ ઓપરેશન બાદ કિશોરીનુ સફળ ઓપરેશન કર્યું. અને હાલ તે કિશોરી શારિરીક ખોડ દુર થઈ અને તે સિવિલમાં સારવાર લઈ રહી છે.

મૂળ બિહારના સમસ્તીપુરની વતની 12 વર્ષની નીશુ કુમારી માંડલ એક મહિના પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી.. નીશુને પેટમાં બે હાડકા વચ્ચે 10 ઈંચની જગ્યા હતી. જેથી તેની પેશાબની કોથળી પેટના બહાર રહેતી હતી. તેના કારણે અન્ય સમસ્યાઓ પણ દિવસેને દિવસે વધતી હતી. તેના પરિવારજનો દિલ્હી, જોઘપુર વગેરે શહેરોની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ફર્યા. પણ ક્યાંક તેની સારવાર શક્ય ન બની.છેલ્લે ઘણી આશા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યા. જ્યાં નિષ્ણાત તબીબોએ આ પડકાર ઝીલીને નીશુનું સફળ ઓપરેશન કર્યું.

50 હજાર બાળકો એ એક બાળકમાં આ બિમારી જોવા મળતી હોય છે. સામાન્ય રીતે આ ખામી નાનપણમાં દેખાતા તેનુ ઓપરેશન ઝડપથી થઈ જાય છે. પરંતુ નીશુની ઉંમર 12 વર્ષની છે. અને આ ઉમંરે હાડકા મજબુત થઈ ગયા હોય છે. માટે તબીબો માટે આ ઓપરેશન ઘણું જટિલ હતું. આ માટે તબીબોએ ચાર પ્લાન બનાવીને ઓપરેશનમાં આઠ કલાકની મહેનત હાજ નીશુને નવું જીવન આપ્યું. ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચો 6 લાખ જેટલો થતો હતો. પરંતુ મહિને માત્ર 10 હજારની આવક ધરાવતા આ પરિવાર માટે તે શક્ય ન હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અગાઉ આ પ્રકારના 112 ઓપરેશન થયા હતા. પરંતુ 12 વર્ષની ઉંમરની કિશોરીનું આ પહેલું ઓપરેશન હતુ.

READ ALSO

Related posts

દુનિયાભરમાં Twitterનું સર્વર રહ્યું ડાઉન, યુઝર્સ મુકાયા મુશ્કેલીમાં

Arohi

ચોથા ધોરણથી લીધી યોગની તાલીમ અને આજે પૂજા પટેલે વિશ્વભરમાં વગાડ્યો યોગનો ડંકો

Arohi

રેલ્વે સ્ટેશન પર જો તમે પ્લાસ્ટિકની આ વસ્તુઓ વાપરો છો, તો આ તારીખથી લાગી જશે પ્રતિબંધ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!