ભાવનગરમાં જીવદયા પરિવારને વધુ એક સફળતા, 4 ગૌવશંને બચાવ્યા

ભાવનગરની નારી ચોકડી પાસે એક પરિવારે મહુવાથી કતલખાને લઈ જવાતા ગૌવંશને બચાવી લીધા છે. મહુવાથી ચાર બળદને ભરૂચના કતલખાને લઈ જવામાં આવતા હતા. ત્યારે નારી ચોકડી પાસે એક જીવદયા પરિવારે આઈસરને અટકાવી હતી. તેમજ ચાર પશુઓને બચાવી લીધા હતા. અને બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સોને વરતેજ પોલીસને સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter