GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાનને ભારે પડ્યુ આતંકનું પોષણ, FATFએ બ્લેકલિસ્ટમાં નાખ્યુ

Last Updated on August 23, 2019 by Mansi Patel

દુનિયાભરની સામે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે ભીખ માંગી રહેલા પાકિસ્તાનને જોરદાર આંચકો લાગ્યો છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સના એશિયા પેસિફક ગ્રુપે શુક્રવારે પાકિસ્તાનને વૈશ્વિક માપદંડોને પૂરા કરવામાં નિષ્ફળ રહેતા બ્લેકલિસ્ટમાં મૂકી દીધું.

આતંકવાદનું સમર્થન કરતા અને આતંકી સંગઠનોને ફંડિંગ કરનારા પાકિસ્તાનને એક મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની એશિયા પ્રશાંત શાખાના ગ્રુપે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ યાદીમાં નાંખી દીધું.. એફએટીએફ તરફથી બ્લેકલિસ્ટની સૂચિમાં નાખવામાં આવતા હવે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર થશે. પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે કરજ લેવામાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પાકિસ્તાન આમ પણ કંગાળ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. કાશ્મીર મુદ્દે પણ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે બેઈજ્જતી સહન કરવી પડી રહી છે. 

એફએટીએફના એશિયા-પેસિફિક ગ્રુપની બેઠક યોજાઇ. જેના અંતિમ દિવસે પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો. પાકિસ્તાન આતંકવાદ સામે લડવાના પોતાના કમિટમેન્ટમાં નિષ્ફળ ગયું. આતંકવાદને પંપાળનારું પાકિસ્તાન ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગ મામલે કાર્યવાહીમાં નિષ્ફળ રહ્યું.. એફએટીએફના 40 માપદંડોમાંથી 32 માપદંડો પર પાકિસ્તાન ખરૂ ઉતર્યું નહીં. પાકિસ્તાનને ઓક્ટોબરમાં સંપૂર્ણપણે બ્લેકલિસ્ટમાં મુકી દેવાશે. તેનાથી બચવા માટે પાકિસ્તાને ઓક્ટોબર પહેલા એફએટીએફની 27 બિંદુ કાર્યયોજના પૂર્ણ કરવી પડે.  

બેઠકમાં સમાપન બાદ એક નિવેદનમાં એ ફએટીએફએ ચિંતા વ્યકત કરી છે કે પાકિસ્તાન માત્ર જાન્યુઆરીની સમય મર્યાદાની સાથે પોતાના એકશન પ્લાનને પૂરું કરવામાં નિષ્ફળ રહ્યું નથી પરંતુ તે મે 2019 સુધી પણ પોતાની કાર્યયોજનાને પૂર્ણ કરવામાં પણ નિષ્ફળ રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!