GSTV

મગફળીમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો, બનાસકાંઠામાં પણ કૌભાંડ આચરાયું

મગફળી કૌભાંડમાં જીએસટીવીએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હવે બનાસકાંઠામાં પણ મગફળી કૌભાંડ આચરાયું હોવાનો ખુલાસો થયો છે. બનાસડેરી એ ભાજપનાં આગેવાનોની મંડળીઓને ખરીદ સેન્ટર બનાવી આપ્યાં હતાં. અનેક સેન્ટર પર રાજસ્થાનથી મગફળી લાવીને ટેકાનાં ભાવે ખરીદી બતાવી હતી.

41 સેન્ટર પર 26 લાખથી વધુ મગફળીની બોરીઓ ખરીદાઈ હતી. અને આ પાટે 467 કરોડ રૂપિયાનું ચૂકવણી કરાયું હતી. મગફળીનું વાવેતર જ નથી એવા સેન્ટરો પર લાખો બોરી મગફળી આવી હોવાનો ખુલાસો થયો છે. વાવના ઘારાસભ્ય જેનીબેન ઠાકોરે કલેક્ટરને આ અંગે રજૂઆત કરી હતી. કલેક્ટરે આ મામલે તપાસ કરવાની હૈયાઘારણ આપી હતી.

પણ બાદમાં કોઈ તપાસ કરવામાં આવી ન હતી. ત્યારે આ મામલે તપાસ હાથ ધરવા માગ ઉઠી છે. તપાસમાં ભાજપના કેટલાક નેતાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.

Related posts

તંત્રના વાંકે વિદ્યાર્થીઓને થયો ધરમનો ધક્કો, ક્લાર્કની પરિક્ષામાં કેન્દ્ર બદલી જતા વિદ્યાર્થીઓને રડવાનો વારો આવ્યો

Mayur

ડૉક્ટર અને લેબ સંચાલકની સાંઠગાઠનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે લેબના માલિક વિરૂદ્ધ કરી આ કાર્યવાહી

Mayur

2020ની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ, વિદ્યાર્થીઓ આ તારીખ સુધી ભરી શકશે ફોર્મ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!