GSTV
Home » News » મેહુલ ચોકસીનું વધુ એક કૌભાંડ આવ્યું બહાર, PSBએ કબૂલ્યું કે અમારા પણ 41 કરોડ છે ડૂબ્યા

મેહુલ ચોકસીનું વધુ એક કૌભાંડ આવ્યું બહાર, PSBએ કબૂલ્યું કે અમારા પણ 41 કરોડ છે ડૂબ્યા

ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેન્કિંગ કૌભાંડ આચરી વિદેશ ભાગી ગયેલા ભાગેડું અને લોન ડિફોલ્ટર મેહુલ ચોક્સીના એક પછી એક કારનામાં બહાર આવી રહ્યાં છે. મેહુલ ચોક્સી ભારતની ઘણી બેન્કો સાથે છેતરપિંડી આચરી છે. હવે પંજાબ અને સિંધ બેન્કે (PSB)આજે ઘટસ્ફોટ કર્યો છે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીએ જાહેર ક્ષેત્રની બેન્ક પાસેથી રૂ. 44.1 કરોડની છેતરપિંડી કરી છે. આ પ્રથમ ઘટના છે જ્યારે બેન્કે ચોક્સીના લોન ડિફોલ્ટ અને છેતરપિંડી અંગે ખુલીને જાણકારી આપી છે.

મેહુલ ચોક્સીએ બેંક સાથે આ રીતે કરી છેતરપિંડી

બેન્કે કહ્યું કે, મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડને લોન આપી હતી. ચોક્સી કંપનીમાં ડિરેક્ટરની સાથે ગેરંટ પણ હતા. જ્યારે ચોક્સીએ લોન પરત ન ચૂકવી તો 31મી માર્ચ 2018ના રોજ બેન્કે તેને એનપીએમાં વર્ગીકૃત કરી નાંખી. બેન્કે મેહુલ ચોક્સીને લોનની રકમ અને તેના વ્યાજ સહિતના અન્ય ચાર્જની 23 ઓક્ટોબર 2018 સુધીમાં પરત ચૂકવણી કરવા નિર્દેશ કર્યો હતો. પરંતુ જ્યારે લોનની ચૂકવણી ન કરી તો 17 સપ્ટેમ્બર 2019ના રોજ બેન્કે મેહુલ ચોક્સીને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યો હતો.

ચોક્સી વોરંટનો પ્રત્યુતર આપવામાં સદંતર નિષ્ફળ

નોંધનિય છે કે, સીબીઆઇ એ ગત ગુરુવારના રોજ અદાલતને મેહુલ ચોક્સીને પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડમાં ભાગેડુ જાહેર કરવાની ભલામણ કરી હતી. સીબીઆઇ એ કહ્યું કે, ચોક્સી બિનજામીનપાત્ર વોરંટનો પ્રત્યુત્તર આપવામાં નિષ્ફળ રહ્યો છે, તેને લીધે ચોક્સીને ભાગેડુ જાહેર કરવો અને તેની સંપત્તિ ટાંચમાં લેવાની મંજૂરી આપવામાં આવે.

FRI દાખલ થતા પહેલા જ મેહુલ ચોક્સી વિદેશ રફુચક્કર થઈ ગયો

સીબીઆઇ એ અદાલતને ભલામણ કરી કે મેહુલ ચોક્સીને ભાગેડુ જાહેર કરવામાં આવે અને સીઆરપીસી હેઠળ તેની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવે. સીબીઆઇ કેસના ખાસ ન્યાયાધીશ વીસી બારદની સમક્ષ અરજી કરીને તપાસ એજન્સીએ કહ્યું કે, કેસમાં પ્રથમ FRI દાખલ થાય તે પહેલાં જ પોતાને બચાવવા મેહુલ ચોક્સી વિદેશ ભાગી ગયો હતો.

આ રીતે મેહુલ ચોક્સી ભારતીય અદાલતની કાર્યવાહીથી બચી રહ્યો છે

એજન્સીએ કહ્યું કે, ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા મેળવી લીધી છે જેથી તે અદાલત તરફથી ઇશ્યૂ થયેલા વોરંટથી બચી શકે. સીબીઆઇના વકીલ એ. લિમોસિને કહ્યું કે, આરોપી ફરાર છે, તેની પુછપરછ કરવી અમારો અધિકાર છે. જો કે કોર્ટ આ કેસની સુનાવણી 17 ઓક્ટોબર સુધી ટાળી દીધી છે.નોંધનિય છે કે 13 હજાર કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના મુખ્ય ભાગેડુ આરોપી અને જ્વેલર્સ નિરવ મોદીના મામા મેહુલ ચોક્સી છે. આ કૌભાંડનો ખુલાસો જાન્યુઆરી 2018માં થયો હતો. મેહુલ ચોક્સીએ પીએનબીનું કૌભાંડ બહાર આવે તે પૂર્વે જ નવેમ્બર 2017માં કેરિબિયન દ્વીપ એન્ટિગુઆની નાગરિકતા મેળવી લીધી હતી.

READ ALSO

Related posts

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur

સોનભદ્રમાં 3000 ટન સોનું મળવાથી બેઘર થઈ જશે આટલા પરિવાર

Arohi

ટ્રમ્પના આગમન પહેલાં અમદાવાદમાં કોંગ્રેસ દ્રારા વિરોધ પ્રદર્શન, અમેરિકા જેવા બનાવેલા રસ્તાઓ પર ઉઠાવ્યા સવાલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!