GSTV

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ જનતાને આપ્યું વધુ એક વચન, આ ટેક્સને હટાવાશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે કહ્યું કે તેમની પાર્ટીની સરકાર બનશે તો દેશમાં દરેક નવા વ્યવસાયોને લાલ ફીતાશાહીના દમનમાંથી મુક્ત કરવામાં આવશે અને આ નક્કી કરવામાં આવશે કે નવા શ્રમિકોને ત્રણ વર્ષ સુધી કોઈ પરવાનગી લેવાની જરૂર પડશે નહીં. તેમને બેંક લોન પણ સરળતાથી આપવામાં આવશે.

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના થોડા દિવસ પહેલા ‘પીટીઆઈ’ને આપેલા વિશેષ ઈન્ટરવ્યૂમાં ગાંધીએ એવુ પણ જણાવ્યું કે નવા વ્યવસાયો પર કપાતા ‘એન્જલ ટેક્સ’ને પણ હટાવવામાં આવશે. આ પ્રસ્તાવોને લોકસભા ચૂંટણી માટે આવતા મહિનાની શરૂઆતમાં જાહેર થનારી કોંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટોમાં પણ સ્થાન અપાશે.

ગાંધીએ જણાવ્યું, “નવો વેપાર શરૂ કર્યા બાદ ત્રણ વર્ષ સુધી અમે તમને લાલ ફીતાશાહીથી મુક્ત રાખીશું. તમારે કોઈ પણ પ્રકારની કોઈ મંજૂરીની જરૂર પડશે નહીં.” ચૂંટણી પહેલા યુવાનોને કોંગ્રેસ તરફ આકર્ષિત કરવાના પ્રયત્ન હેઠળ તેમણે કહ્યું, “કોઈ બાબતની ચિંતા કરશો નહીં. તમારે કોઈ પણ મંજૂરીની જરૂર રહેશે નહીં. પોતાનો વ્યાપાર, પોતાનુ કામ શરૂ કરો.” તેમણે કહ્યું, “અમે કહ્યું છે કે અમે કડક અને ત્રુટિપૂર્ણ એન્જલ ટેક્સને હટાવીશું. મેં આ વચન આપ્યું છે અને આ પૂર્ણ કરવામાં આવશે.”

ગાંધીએ કહ્યું કે અમૂક ઉદ્યમીઓએ ચર્ચા દરમ્યાન કહ્યું કે નવો ઉપક્રમ શરૂ કરતા પહેલા અલગ-અલગ એજન્સીઓ પાસેથી અલગ-અલગ પ્રકારની પરવાનગી લેવી સૌથી મોટી સમસ્યા છે. તેમણે કહ્યું, “ઉદ્યમીઓએ કહ્યું કે અલગ-અલગ એજન્સીઓ સવાલ કરે છે અને લાંચ માંગે છે. એવામાં અમે કહ્યું કે અમને તમારી પર વિશ્વાસ છે અને નવો વ્યાપાર શરૂ કર્યાના ત્રણ વર્ષ સુધી અમે તમને લાલ ફિતાશાહીથી મુક્ત કરાવવા જઈ રહ્યાં છે.” કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે સાહસિકો પાસેથી ચર્ચા દરમ્યાન વધુ એક વિચાર સામે આવ્યો કે નવા વેપારીઓ માટે બેંકિંગ વ્યવસ્થાને વધુ સરળ બનાવવામાં આવે.

તેમણે સવાલ મૂક્યો, “ફક્ત નીરવ મોદીને જ હજારો કરોડ રૂપિયા કેમ મળવા જોઈએ? તેણે ભારતમાં કેટલી નોકરીઓનું સર્જન કર્યુ છે? જો કોઈ નવયુવાન વેપાર શરૂ કરવા ઈચ્છે છે અને બે હજાર નોકરીઓનું સર્જન કરવા માગે છે તો તેને બેંક લોન કેમ મળતી નથી?” ગાંધીએ કહ્યું કે સમાજના અલગ-અલગ સમૂહો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ ચૂંટણી મેનિફેસ્ટો તૈયાર થઇ રહ્યું છે, જેમાં વેપાર, ખેતી, રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની વાતનો પણ સમાવેશ થશે.

કોંગ્રેસના સૂત્રોનું કહેવુ છે કે એપ્રિલના પહેલા અઠવાડિયામાં પાર્ટીનુ ચૂંટણી મેનિફેસ્ટો જાહેર થઇ શકે છે. પૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમની આગેવાનીવાળી સમિતિ મેનિફેસ્ટોને અંતિમ ઓપ આપી રહી છે.

READ ALSO

Related posts

આ દેશે ‘Corona વાયરસ’ શબ્દ પર મૂક્યો પ્રતિબંધ, માસ્ક પણ નહીં પહેરી શકે લોકો!

Bansari

અમેરિકાને કોરોના યુદ્ધ સામે જીતવા બિલ ગેટ્સે આપી સલાહ, આ વસ્તુઓ પર રાખે ખાસ ધ્યાન

Ankita Trada

Lockdownમાં નકલી ડોક્ટર બનીને આરામથી ફરી રહ્યો હતો યુવક, પોલીસે પક્યો અને પછી જે હાલ થયા…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!